VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો, આગામી 3 દિવસમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે

Cyclone Maha; Saurashtra ports put on alert, holidays of govt employees cancelled

ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ તોળાયું છે. અરબી સમુદ્રમાં અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલું ‘મહા’ વાવાઝોડું આજે દિશા બદલીને ગુજરાત તરફ ફંટાશે અને બુધવારે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ‘મહા’ વાવાઝોડું દીવ અને દ્વારકાના વચ્ચેના દરિયાકાંઠા પર ત્રાટકશે અને તે સમયે 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

 

ત્યારે વાવાઝોડાની અસરથી બુધવાર અને ગુરુવારે રાજ્યભરમાં વરસાદ પડવાની પણ આગાહી છે. સૌરાષ્ટ્રમાં મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ દિવસોમાં 45 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 6 તારીખે એટલે કે બુધવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે 7 તારીખને ગુરુવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

ત્યારે ‘મહા’ વાવાઝોડની અસરના કારણે ગીર સોમનાથ અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યા છે. તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે. સરકારે રાજ્યના તમામ જિલ્લાના માછીમાર એસોસિએશનને તાકીદ કરી છે કે દરિયો ખેડવા ગયેલી તમામ બોટ પરત બોલાવવામાં આવે. જો બોટ માલિકો તેમની બોટને તાબડતોડ પરત નહીં બોલાવે તો લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

READ  IND vs BAN: રાજકોટમાં રોહિત શર્મા એક રન બનાવ્યા વગર પણ એક નવી સદી પુરી કરશે, જાણો કેવી રીતે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી બાજુ એક પછી એક વાવાઝોડાના સંકટના કારણે માછીમારોની હાલત કફોડી બની છે. હિક્કા, ક્યાર, વાયુ અને હવે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જેના કારણે માછીમારોને વ્યાપક નુકસાન થયું છે. ફિશિંગ કરવામાં જેટલો ખર્ચ થાય છે તેટલો ખર્ચ પણ માછીમારોનો નથી નીકળી રહ્યો. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના વચ્ચે સૌરાષ્ટ્રમાં NDRFની 8 ટીમો તૈનાત કરવામાં આવી છે.

READ  જૂનાગઢ: મગફળી કૌભાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મળી મોટી સફળતા, 3 આરોપીની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments