Cyclone Nisarga Update

પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા ‘અમ્ફાન’ વાવાઝોડા પછી દેશમાં વધુ એક ‘નિસર્ગ’ વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. મુંબઈના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયામાં જવા પર મનાઈ છે. વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડું 3 જૂને સાંજે અથવા રાત્રે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડું ટકરાવવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ભારે વરસાદ પડશે.

 

‘નિસર્ગ’ વાવાઝોડાની પળેપળની અપડેટ જાણવા માટે અહિં ક્લિક કરો 

Cyclone Nisarga: ‘નિસર્ગ’ Live Update

16:01:38 (04/06/2020)

‘નિસર્ગ’ વાવાઝોડું: વાવાઝોડ બાદ મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

19:32:14 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: વાવાઝોડા નિસર્ગની મુંબઈ પરથી ઘાત ટળી

19:30:23 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: કેરીના પાક પર વાવાઝોડાએ ફેરવ્યું પાણી

16:17:48 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: કોસ્ટગાર્ડે એરક્રાફટ મારફતે કર્યો હવાઈ સર્વે

16:11:48 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં નુકસાન, અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં નુકસાન

16:09:44 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: મુંબઈમાં NDRFની 20 ટીમ ખડે પગે

16:07:33 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: મહારાષ્ટ્રમાં ત્રાટક્યું, ગુજરાત પર અસર

16:05:17 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: મુંબઈમાં હવાઈ સેવા બંધ, સેના એલર્ટ પર

15:58:29 (03/06/2020)

નિસર્ગ વાવાઝોડું: મુંબઈ: અલીબાગ પર ટકરાઈ રહ્યું છે વાવાઝોડું

22:39:13  (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: મુંબઈના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

22:34:03  (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: તિથલના દરીયા કિનારે કડક પોલીસ બંદોબસ્ત

22:29:12 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: ચક્રવાત સામે કોસ્ટગાર્ડ સજ્જ, દરિયાથી દૂર રહેવાની કોસ્ટગાર્ડની સૂચના

22:25:37 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: ઉર્જા વિભાગ પણ તૈયાર, વીજ કંપનીઓ વચ્ચે સંપર્ક રાખવા બનાવાયો કંટ્રોલ રૂમ

22:20:18 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: વાવાઝોડાની અસરને પગલે દમણનું તંત્ર સતર્ક, તમામ કંપનીઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ

18:04:31 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: પંચમહાલ જિલ્લામાં બપોર બાદ વાદળ છાયું વાતાવરણ, કાલોલમાં ધીમીધારે વરસાદ

18:01:02(02/06/2020)

નિસર્ગ વાવાઝોડું:  ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને પગલે દમણનું તંત્ર સતર્ક, તમામ કંપનીઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ

16:13:10 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: અમરેલી: સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

16:11:18 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: દ્વારકાના દરિયામાં કરંટ, ઓખા બંદરે 1 નંબરનું સિગ્નલ યથાવત

16:08:45 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, ગુજરાતના કાંઠે નહીં ટકરાય વાવાઝોડું

16:05:04 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

16:02:46 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: રાજ્યમાં વાવાઝોડાને લઈ NDRFની 14 ટીમ તૈનાત, દિલ્લી અને પંજાબથી NDRFની ટીમને એરલિફ્ટ કરાશે

16:00:26 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું

15:57:04 (02/06/2020)

નિસર્ગ વાવાઝોડું: ભાવનગર: વાવાઝોડાને લઈને દરિયાઈ કિનારે હાઈ એલર્ટ