અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થોડાં દિવસોમાં થવાની જ છે પણ સાથે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં 12 જૂનના રોજ વાવાઝોડું ત્રાટકી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  17 મહિના પછી કઠુઆ સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડમાં દોષીતો જાહેર

હવામાન વિભાગે પણ આ બાબતે એલર્ટ જાહેર કરી દીધું છે અને દરિયામાં માછીમારોને ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ સરકાર દ્વારા રાજ્ય સરકારને પણ આ વાવાઝોડાને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 19-02-2016 - Tv9 Gujarati

13 અને 14 તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગયા સપ્તાહે જ દરિયામાં લો-પ્રેશર સર્જાયું હતું અને સોમવારના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયી છે. હાલ આ ડિપ્રેશન મેંગ્લોરથી 400 કિમી દૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Jamnagar: District Cong chief detained before shaving off his head in protest against mayor

 

વિભાગ દ્વારા સાંજ સુધીમાં આ ડિપ્રેશન વધારે શક્તિશાળી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે અને તેને લઈને ગુજરાત સરકારને પણ સર્તક કરી દેવાઈ છે. આ વાવાઝોડાના લઈને દરિયામાં છ મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પર વધારે અસર થઈ શકે છે. ગુરુવાર સુધીમાં આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે.

READ  Gujarat Fatafat : 03-09-2016 - Tv9 Gujarati

 

Top News Stories Of Gujarat : 29-01-2020| TV9News

FB Comments