‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ 1000 કિમી વાવાઝોડું દૂર છે અને તે 12 જૂનના રોડ મોડી સાંજે ત્રાટકી શકે છે.

READ  સુરતમાં કોરોનાના 13 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા

આ પણ વાંચો: અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગાંધીનગર ખાતે પણ વાયુ વાવાઝોડાના પગલે વેધર વોચ ગ્રુપની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સહિત, હવામાન વિભાગના અધિકારી પણ હાજરી આપશે. આ મિટીંગમાં વાવાઝોડાની આશંકાને પગલે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

READ  નવલા નોરતાનો થનગનાટ, શહેરવાસીઓ નોરતાને આવકારવા તૈયાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમરેલીમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બધા જ બંદરોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. મોટાભાગની બોટને પરત બોલાવી લેવાઈ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના કલેકટરો પણ વિશેષ સૂચના આપવામાં આવી છે. જો જરુર પડશે તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી છે.

READ  વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments