દાદરા નગરહવેલીમાં કોંગ્રેસ સેનાપતિ વિનાની તો ભાજપમાં પણ વિવાદ, અંકિતા પટેલ કૉંગ્રેસમાં જોડાઈ તેવા એંધાણ

સંઘ પ્રદેશ દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરે રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. ત્યારે હવે કોંગ્રેસ ઉમેદવાર માટે છટણી કરી રહી છે.

જો કે તાજેતરમાં જ ભાજપમાંથી છેડો ફાડનારા મહિલા અગ્રણી અંકિતા પટેલ કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર-હવેલી કે જ્યાં 2 ટર્મમાં ભાજપના સાંસદ નટુ પટેલનો વિજય થયો હતો અને ત્રીજી ટર્મમાં નટુ પટેલને ફરી ટીકીટ આપતા ભાજપના કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ નગરહવેલીમાં કોંગ્રેસના પાયા પણ ગગડી ગયા છે કારણ કે નગરહવેલીના કોંગ્રેસના સેનાપતિ મોહન ડેલકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

READ  ઈલિયાનાને એક એવી છે બીમારી, તેના વિશે જાણીને તમે પણ કહેશો 'ના હોય'

 

મોહન ડેલકરે દાદરાનગર-હવેલીમાં 6 વખત લોકસભાની સીટ ઉપર બાજી મારી છે. તે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર તરીકે પણ જીતી ચૂકયા છે. ત્યારે બીજી બાજુ ભાજપના ઉમેદવાર નટુ પટેલ પણ મજબુત ઉમેદવાર છે અને છેલ્લી 2 ટર્મથી તે ભાજપના સિમ્બોલ ઉપર જીત્યા છે. હવે કોંગ્રેસ માટે 2 દિગ્ગજો સામે ઉમેદવાર પસંદ કરવો તે એક ચેતવણી સમાન બની ગયુ છે. બીજી બાજુ ભાજપમાં પણ આજ રીતે ભંગાણ પડ્યું હતું અને ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના સચિવ અંકિતા પટેલે ભાજપમાંથી છેડો ફાડ્યો છે.

READ  નિવૃત આર્મીમેને દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં જ કહી દીધું 'રાજકારણીઓ દેશના ભાગલા કરી રહ્યા છે', સાથે ગુજરાતના આ સાંસદના વખાણ પણ કરી દીધા

અંકિતા પટેલે પણ ટીકીટની માગણી કરી હતી અને છેલ્લા 6 મહિનાથી લોક સંપર્કમાં રહીને ગ્રાઉન્ડ લેવલથી મેહનત કરતા હતા. અંકિતા પટેલે ભાજપમાંથી છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. જો કે હવે મોહન ડેલકરે કોંગ્રેસને છોડતા અંકિતા પટેલ કોંગ્રેસના ઉમેદવાર બની શકે એમ છે. હાલમાં અંકિતા પટેલ કોંગ્રેસના આલા કમાન્ડ સાથે સંપર્કમાં છે.

READ  જીતુ વાઘાણીએ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી તો કોંગ્રેસે પણ આપ્યો આ વળતો જવાબ

 

ભાજપ અને અપક્ષના 2 કદાવર નેતા વચ્ચે કોંગ્રેસ ટક્કર આપવા કોને મેદાનમાં ઉતારે એ વાત હાલ નગરહવેલીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. મોહન ડેલકર પછી હાલમાં કોંગ્રેસ પાસે દમદાર ટક્કર આપનાર કોઈ ચેહરો નથી અને એટલે જ અંકિતા પટેલ કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. પરંતુ નગરહવેલીની લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે.

Ahmedabad : People jostle for fruits and vegetables as AMC orders to shut Kalupur vegetable market

FB Comments