લોકસભા ચૂંટણીની ટિકીટ ન મળતા દાદરા નગર હવેલીના ભાજપના કિસાન મોરચાના મહિલા સચિવ અંકિતા પટેલે રાજીનામું ધરી દીધું

સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી ભાજપમાં ભંગાણ શરુ થયું છે. પ્રદેશના કિસાન મોરચાના મહીલા સચિવ અંકિતા પટેલએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

અંકિતા પટેલએ પાર્ટીના હોદ્દા અને ભાજપના પ્રાથમિક સભ્યપદથી પણ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. મહત્વપૂર્ણ છે કે અંકિતા પટેલ દાદરા નગરહવેલી લોકસભાની બેઠક પર પાર્ટી પાસે ટીકીટ માંગી દાવેદારો કરી હતી. જોકે પાર્ટીએ સાંસદ નટુ પટેલને રીપીટ કરતા અંકિતા પટેલ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું અને આખરે તેઓએ રાજીનામુ ધરી દેતા નારાજગી સામે આવી છે. રાજીનામા બાદ હવે અંકિતા પટેલે આગામી સમયમાં અપક્ષ ઉમેદવાર કે કોઈ રાજકીય પાર્ટીમાંથી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે.

 

READ  જૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ

અંકિતા પટેલ પ્રદેશમાં જાણીતું નામ છે જેઓ પ્રદેશની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ભાજપમાં સક્રિય હતાં અને છેલ્લા એક વર્ષ થી તેઓ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પોતાના તરફી માહોલ પણ તૈયાર કર્યો હતો. આખરે ભાજપમાંથી ટીકીટ નહિ મળતા આગામી સમયમાં અંકિતા પટેલ અપક્ષ કે કોઈ મોટા રાજકીય પક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડવાની પૂરી તૈયારી કરી દીધી છે. આથી અંકિતા પટેલ ચૂંટણી લડે તો ભાજપની વોટબેંકમાં  ગાબડાં પડી શકે છે. આમ ચૂૂંટણીના માહોલમાં રોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે. આથી આ વખતે સંંઘ પ્રદેશ દાદરા નગરહવેલી ચૂંટણી જંગ રસપ્રદ રહેશે તે નક્કી છે.

Oops, something went wrong.
FB Comments