રામ રાખે તેને કોણ ચાખે ? : બસની નીચે આવી ગયા ત્રણ યુવાનો, છતાં આબાદ બચી ગયાં, વિશ્વાસ નથી થતો ? તો જુઓ આ Video

ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે ? આ કહેવત અનેક ઘટનાઓમાં અનેક લોકો સાથે સાચી સાબિત થાય છે. એવી જ એક ઘટના બોટાદમાં ઘટી હતી.

મળતી માહિતી મુજબ બોટાદના માર્કેટિંગ યાર્ડ પાસે એક સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત એકદમ ભયંકર હતો. તેને જોનારાઓને તો એમ જ લાગ્યું હશે કે બાઇક સવાર લોકોના રામ રમી ગયા, પરંતુ આવું કંઈ જ ન થયું.

સ્કૂલ બસ અને બાઇક સવારો પૂરઝડપે જઈ રહ્યાં હતા. બસની આગળ બાઇક હતું. તે જ દરમિયાન અચાનક બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ત્રણેય યુવાનો બાઇક સાથે જમીન પર પટકાયા. બન્યું એવું કે બાઇક આગળ નિકળી ગયું અને ત્રણેય યુવાનો જમીન પર ઢસળાઈ ગયાં.

આ અકસ્માત દરમિયાન બાઇકની પાછળ જ બસ આવી રહી હતી. એક્સિડંટ એટલો ભયાનક હતો અને એટલી ઝડપથી બન્યો હતો કે બાઇક પરથી નીચે પટકાનાર ત્રણેય યુવાનો સીધા બસની નીચે આવી ગયાં. ત્રણેય યુવાનો બસના આગળના ભાગે નીચે ઘુસી ગયાં.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પ્રત્યક્ષદર્શીઓને એક તબક્કે એવું જ લાગ્યું કે ત્રણેય યુવાનો બસની નીચે કચડાઈ ગયાં અને કાં તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હશે અથવા તો મરી ગયા હશે, પરંતુ એવં બન્યું નહીં, કારણ કે સ્કૂલ બસના ચાલકે ત્વરિત બ્રેક મારી અને ત્રણેય યુવાનો એક-એક કરીને બસની નીચેથી એવી રીતે બહાર આવ્યા કે જાણે કોઈ અકસ્માત જ ન સર્જાયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આપ પણ જુઓ Video :

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 220

Comments are closed, but trackbacks and pingbacks are open.