દૈનિક રાશિઃ આજના દિવસમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ રાશિના જાતકો માટે છે ખાસ સલાહ

મેષ

આજનો દિવસ આનંદમાં પસાર થશે. સાથે આર્થીક લાભની પણ શક્યતાઓ રહેશે. નાણાંની આવકથી ભવિષ્યની આર્થીક યોજનાઓ ઘડી શકાશે. આજે વધુ લોકો સાથે સં૫ર્ક કરવાનું બને. આજે અન્‍ય લોકો સાથે કમ્‍યુનિકેશન વધારે રહે. બૌદ્ઘિક કાર્યોમાં જોડાવું ૫ડે. આજે ટૂંકા પ્રવાસની સંભાવના છે.

વૃષભ
આજે તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે સંબંધો વધારા સારા બનાવી શકશો. સાથે તમારા સ્ત્રીમિત્રો સાથે બહાર જવાનું પણ થઈ શકે છે. તો ખર્ચો પણ વધી શકે છે. તમારી બોલવાની કળાથી તમે અન્યને પ્રભાવી કરી શકો છો.

મિથુન
આજનો દિવસ ચિંતામાં પસાર થઈ શકે છે. ઓફિસ અથવા મિત્રો સાથે રહીને પણ એકલતાનો અનુભવ થશે. પત્ની અથવા સ્ત્રી મિત્રો અસહજતા લાગશે. લોકો સાથે વાદ-વિવાદથી દૂર રહેવું. દિવસભરની નિરાશાના કારણે થાકનો અનુભવ લાગશે.

કર્ક
મિત્રો અને સંબંધીઓ સાથે સમય સારો પસાર થઈ જશે. આજનો દિવસ તમે કામથી દૂર રહીને રજાનો આનંદ માણી શકશો. મન પ્રસંન્ન રહી શકે છે તો તેનો સારો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને બહાર ફરવા જવાની પણ તક મળે તો જઈ શકાય છે.

સિંહ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહી શકે છે. લાંબા સમયનું આયોજન કરી શકો છો. બપોર પછી થોડી ચિંતાજનક વાતાવરણ ઉભુ થવાની શક્યતા છે. પરંતુ એકંદરે દિવસ સારો પસાર થશે. પોતાના દૂર સ્વજનોની યાદ આવી શકે છે. ખર્ચાને લઈને ધ્યાન રાખવાનું અને ખોટા ખર્ચાથી દૂર રહેવાનું આજના દિવસ માટે જરૂરી છે.


કન્યા

આજનો દિવસ તમામ કામમાં સારો રહેશે. આર્થીક લાભ થવાની પણ શક્યતા છે. મહેનતનું ફળ મળવાથી તમારા મનમાં પ્રસન્નતા આવશે. પરિવાર સાથે બહાર ભોજન કરવાનું પણ આયોજન થઈ શકે છે.

તુલા

આજનો દિવસ તમારા માટે થોડો મુશ્કેલ પસાર થવાની શક્યતા છે. પરિવાર સાથે બોલાચાલી અને ગુસ્સો આવી શકે છે. જરૂર પુરતુ બોલવું અને ગુસ્સો ન કરવાની સલાહ ગણેશજી આપે છે. ઈશ્વરની ભક્તિ કરવાથી મન શાંત પડશે. અન્ય લોકો સાથે મનદુઃખના કારણે સ્વાસ્થય પર અસર પડી શકે છે. ભોજનના કારણે આરોગ્ય પર પણ અસર પડશે.

વૃશ્ચિ

આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહે. આ૫ને સાંસારિક જીવનનો સુખદ અનુભવ થાય. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓ માટે લગ્‍નના યોગ સર્જાય. નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય. સ્‍ત્રી મિત્રો થકી ફાયદો થાય. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથેના કામની કદર કરશે.


ધન

નોકરી અને ધંધાદારીઓ માટે આજનો દિવસ નવી શરૂઆતનો રહી શકે છે. તો ઘર-સંસારમાં પણ આનંદનું વાતાવરણ રહેશે.તન- મનનું આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

મકર

સાહિત્‍ય લેખનની પ્રવૃત્તિને વેગ મળશે. શરીરમાં બેચેની અને થાકનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા મુંઝવશે. લાંબી મુસાફરી માટેની શક્યતા છે. વિરોધીઓ અને હરીફો સાથે ઉંડી ચર્ચામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચથી બચવાની જરૂર રહેશે.

કુંભ

નકામા કામ અને નકામી વાતોથી દૂર રહેવાની સલાહ છે. મનમાં ખરાબ વિચારો અને ગુસ્સો આવી શકે છે. પરિવાર અને મિત્રો સાથે બોલાચાલી થવાથી સંબંધોને નુકસાન થવાની શક્યતાઓ છે. ભોજન લેવામાં કાળજી ન રાખવાથી સ્વાસ્થય પર અસર પડી શકે છે. ઈષ્‍ટદેવની આરાધના કરવાથી આપ હળવાશ અનુભવશો.


મીન

વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્‍ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્‍મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાં૫ત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય.

FB Comments

Shyam Maru

Read Previous

સાંસદોની સંપત્તિ 5 વર્ષમાં 41 ટકા વધી, જાણો ભાજપ અને કોંગ્રેસમાંથી કેટલાં ઉમેદવારો કરોડપતિ?

Read Next

નીતા અંબાણીના ગુરૂનો ખુલાસો- આ ‘મંત્ર’એ મુંબઈ ઈન્ડિયન્સને બનાવી IPLમાં ચેમ્પિયન!

WhatsApp chat