ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં  864 વર્ષ પહેલાં ભગવાન રણછોડરાય બોડાણાની ભક્તિમાં વસ થઈ દ્વારકા છોડી ડાકોર આવ્યા હતાં.  ભગવાન ડાકોર આવ્યા પછી વર્ષો સુધી ગોમતી પર આવેલા ડંકનાથ મહાદેવમાં રહ્યા હતાં.

આ પણ વાંચો : વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

ત્યારબાદ ભગવાનને લક્ષ્મીજી મંદિર પાસે આવેલા ભક્ત બોડાણાજીના ઘરે બિરાજ્યા હતા ત્યાં પણ ભગવાન વર્ષો સુધી રહ્યા હતાં. ત્યારબાદ આજથી 247 વર્ષ પહેલાં ભગવાનના એક ભક્ત દ્વારા આજનું રણછોડજી મંદિર બનાવમાં આવ્યું 247 વર્ષ પહેલાં ભગવાનની આજના આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી.

READ  ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્ર બાદ વધુ એક MLAનો ફાયરિંગ કરવાનો VIDEO વાઈરલ

ભગવાનની આ મંદિરમાં સ્થાપના મહાપ્રભુજીનાં પપૌત્ર હરિરાયજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી મહા વદ પાંચમના રોજ ડાકોર મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે.  આજે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી થયા બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને સોનાના દાગીના પહેરાવી તૈયાર કરવામાં આવ્યા.

આજના દિવસનું મોટું મહત્વ હોવાના કારણે ભગવાનને વિશેષ મહાભોગ ધરવામાં આવ્યો અને ચાંદીના થાળમાં ભગવાનની કપૂર આરતી કરવામાં આવી ભક્તોનું ઘોડાપુર ડાકોર મંદિરમાં જોવા મળ્યું હતું અને ભક્તોએ રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

READ  કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?

[yop_poll id=1742]

Oops, something went wrong.
FB Comments