રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધાકુંડથી ગજરાજ ખૂબજ ધીમો ચાલતો હતો.

આ પણ વાંચો: VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

તેને સાચવવા માટે મહાવત પણ જોડે જ હતો. રથયાત્રા દશામાના મંદિરથી આગળ નીકળ્યા બાદ ગજરાજે અચાનક જ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગોળગોળ ફરવા લાગતાં ભારે અફરાતફરી મચી હતી. ગોપાલલાલજીની સાથે ગજરાજ ઉપર બેઠેલા સેવકો ટપોટપ કૂદકા મારીને નીચે ઉતરી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહાવત દ્વારા ગજરાજને કાબુમાં લેવાનો અને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કાબુમાં ન આવતાં તુરંત જ ગોપાલલાલજીને રથ મંગાવીને તેમાં બિરાજમાન કરાવામાં આવ્યા હતા. આ ગજરાજ જયપુરથી ડાકોર આવ્યા હતા.

READ  રાજ્ય સરકારે આપી રાહત: ગુજરાતમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરુ કરાયો, સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments