સાબરકાંઠામાં કમોસમી વરસાદના કારણે ફલાવર અને કોબીજના ખેડૂતોને નુકસાન

સાબરકાંઠાના પ્રાંતિજ અને તેની આસપાસના ગામો મામરોલી, કમાલપુર, પોગલુ અને પિલુદ્રા સહીતના સંખ્યાબંધ ગામડાઓ સારી ગુણવત્તાના ફલાવર અને કોબીજના ઉત્પાદન કરવા માટે જાણીતા છે. વિસ્તાના ફ્લાવર અને કોબીજની દિલ્હીથી મુંબઈ સુધીના બજારોમાં સારી માગ પણ ધરાવે છે. પરંતુ નવા વર્ષની શરુઆતે જ આ ખેડૂતો માઠા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. નવેમ્બર માસની શરુઆતમાં દર વર્ષે ખેડૂતો વ્યસ્ત હોય છે.

આ પણ વાંચોઃ રસોડા મુલાકાતના પરિપત્ર સામે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ

પરંતુ છેલ્લા એક મહિનામાં માવઠાના કારણે ફલાવર અને કોબીજના પ્રથમ તબક્કાનું ઉત્પાદન જાણે કે, નિષ્ફળ બની ગયું છે. મોટાભાગના ખેડૂતોએ વાવણી માટે તૈયાર કરેલા ફ્લાવર અને કોબીજના રોપા જ કમોસમી વરસાદમાં નષ્ટ થયા છે. તો બીજી તરફ ખેતીના નુકસાનના સર્વે માટે પણ કોઈ પૂછવા આવ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!

ખેડૂત ઘનશ્યામ પટેલ કહે છે કે, અમે મોંઘાદાટ બીયારણ અને ખાતર દ્રારા ખેતી કરી છે. પણ સીઝનની શરુઆત જ નુકસાનથી થઈ અને વાવણીના રોપા સાથે પાક નષ્ટ થયો છે. યુવાન ખેડૂત દેવાંગ પટેલે કહ્યું કે, અમે ખેતી પણ કરી અને નુકસાની પણ વેઠી છે. તેમ છતાં પણ અમારા ત્યાં નુકસાનીનું સર્વે કરવા માટે કોઈ આવ્યું નથી.

READ  Top News Headlines @ 7 PM : 21-01-2017 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફ્લાવર અને કોબીજની ખેતી આમ તો ખર્ચાળ માનવામાં આવે છે અને બીયારણ પણ ખુબ જ મોંઘાદાટ હોય છે. વાવેતરની માવજત પણ એટલી જ ખર્ચાળ હોય છે. ખેડૂતો મોંઘાદાટ બીયારણો દ્રારા ખેતીનું વાવેતર કર્યું હતું. અગ્રણી ખેડૂતો કહી રહ્યા છે કે શાકભાજીની ખેતીમાં પણ કમોસમી નુકસાનની અસરનો પણ સર્વે કરવામાં તંત્રએ રસ દાખવવો જોઇએ.

READ  શું તમારાથી ગુસ્સામાં કોઈને આમ કહેવાઈ ગયું, ‘હું તને જોઈ લઇશ’ ? DON'T WORRY, આ કોઈ ગુનો નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિસ્તારના અગ્રણી ખેડૂત શૈલેષ પટેલ પણ રજૂઆત કરતા કહે છે કે, અમારા ગામમાં 400 વિઘા વિસ્તારમાં ફલાવર કોબીજની ખેતી થાય છે. અને તે પણ મોટેભાગે નુકસાનનો ભોગ બની છે. પરંતુ કોઇ સર્વે કરવા માટે આવતું નથી. અમારી પણ રજૂઆત છે કે આવા ખેડૂતોના નુકસાનનો પણ સર્વે થવો જોઈએ.

 

 

 

FB Comments