દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત

લાંબા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટના સામે આવી રહી છે. જેમાં વધુ એક ઘટન રવિવારે મોડી રાત્રે બની હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કાર ડીવાઈડર ઉપર ટકરાયા બાદ પલ્ટી મારી ગઈ હતી.

જેના કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.તો 5 જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

READ  વલસાડ: સતારાથી સુરત જતી ખાનગી બસમાં લાગી આગ, જુઓ VIDEO

મૃતક અને અકસ્માતમાં ભોગ બનનાર પારડી તાલુકાના રેહવાસી છે. તેઓ પાર્ટીમાં કેટરિંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાજ દમણ પોલીસ સ્થળ ઉપર ધસી ગઈ હતી અને ઘવાયેલા વ્યક્તિઓને હોસ્પિટલ મોકલ્યા હતા.હાલ પોલીસ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહી છે.

[yop_poll id=1792]

Oops, something went wrong.

FB Comments