દીવ-દમણ ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

દીવ-દમણ ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદનો મામલો પ્રકાશમાં આવતા પ્રદેશમાં ચકચાર મચી‌ ગઈ છે. 1 મહિના અગાઉ બનેલી આ ઘટનામાં આરોપી ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્ર હેમરાજ ટંડેલના આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

મામલો એવો હતો કે દમણના દેવકા રોડ પર આવેલી હોટેલ સી વ્યુના માલિક હેમરાજ ટંડેલ છે, જેઓએ તેમના સાગરીતો સાથે મળી હોટેલના રસોઈયા મુકેશ પર ચોરીની આશંકા દર્શાવી તેને હોટેલ પર બોલાવીને ઢોર માર માર્યો હતો. જેમાં રસોઈયાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ મામલે પોલીસ દ્વારા આગળ કોઈ વિશેષ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરંતુ કોર્ટે આરોપી હેમરાજ ટંડેલના આગોતરા જામીનની અરજી ફગાવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી મામલો હવે પ્રકાશમાં આવતા કોંગ્રેસે પણ આ મુદ્દાને હવા આપી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલામાં તંત્ર દુરુપયોગ કરી અને મામલાને  દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે પણ આક્ષેપ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આથી કોંગ્રેસે હવે આ મામલાને મુદ્દો બનાવી અને ભાજપ અને ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ થાય તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે પણ અત્યાર સુધી આ મામલામાં એક આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

READ  NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર 'None of the Above'? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

Oops, something went wrong.

FB Comments