દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું

સ્વાસ્થ્યની દરકાર એ તંદુરસ્ત જીવનનો મજબૂત આધાર ગણાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટએ તંદુરસ્તીની જાગૃતિ માટે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગાંધીજીના દાંડી બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ દાંડી સાયકલયાત્રામાં દક્ષિણ ગુજરાતના નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો.  500થી વધુ સાયકલીસ્ટએ ભાગ લીધો હતો અને તંદુરસ્તી માટે સાયકલની ઉપયોગીતાનો સંદેશો આપ્યો હતો. સાથેસાથે  તેઓએ દાંડીને લઈને લોકોમાં લોકોમાં જાગૃતિ આવે તેના માટે સાયકલયાત્રા ચલાવી હતી.  આમ સાયકલના માધ્યમથી દાંડીનું મહત્ત્વ  અને તદુંરસ્તી બંનેનો એકસાથે લોકોને સંદેશો મળે તે માટે આ સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

READ  ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે
Oops, something went wrong.
FB Comments