મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

મુગલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર દારા શોકોહની સર્વધર્મ સમભાવની નીતિ પર RSS અને ભાજપના નેતા ચર્ચા કરશે. નવી દિલ્હીના બંધારણ કલબમાં થનારી પરિચર્ચામાં આ વિષય રાખવામાં આવ્યો છે. ભારતના સમન્વયવાદી પરંપરાના નાયક દારા શિકોહ પર પરિસંવાદ છે.

આ કાર્યક્રમમાં RSSના સહ સરકાર્યવાહ ડૉ.કૃષ્ણ ગોપાલ, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ, JNUના પ્રોફેસર એનૂલ હસન અને અહતેશામ આબિદી એક વક્તા તરીકે ભાગ લેશે.

READ  મધ્યપ્રદેશમાં ભાજપ કાર્યાલય પર સન્નાટો તો કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંઘને શા માટે પ્રિય છે મુગલ દારા શિકોહ

મુગલ સમ્રાટ શાહજહાંના મોટા દિકરા દારા શિકોહને તેની નીતિના કારણે RSS અને ભાજપનું સમર્થન મળે છે. કારણ કે, દારા શિકોહના નાનાભાઈ ઔરંગજેબ જે પછી છઠ્ઠા મુગલ સમ્રાટ બન્યો હતો. જેના પર હિન્દુઓ સાથે ક્રૂરતા કરવાની છાપ છે. જો કે દારા શિકોહ માટે સહિષ્ણુતાની છાપ છે.

READ  ગરીબોની કસ્તૂરી એવી ડુંગળીની કિંમત મહત્તમ સપાટીએ પહોંચી, જાણો 1 કિલો માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ઈતિહાસ મુજબ એવું કહેવાય છે કે, મુગલ સામ્રાજ્ય પર શાસક બનવા ઔરંગજેબે પોતાના જ ભાઈ દારા શિકોહની હત્યા કરાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

દારા શિકોહને ઈસ્લામ અને વેદાંતના એકીકરણની દિશામાં કામ કરવા માટે ઓળખવામાં આવે છે. ઈતિહાસ મુજબ દારા શિકોહે 52 ઉપનિષદનું અનુવાદ સીર-એ-અકબરમાં કર્યું છે. દારા શિકોહના જીવન પર હિન્દુ અને સુફી સંતોના જીવનનો પ્રભાવ હતો.

READ  ગુજરાતમાં સભાઓ યોજવા માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી બનાવવાની કવાયત હાથ ધરી, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોની છે સૌથી વધારે ડિમાન્ડ?

મહત્વનું છે કે, 10-09-2019ના દિવસે જાણીતા કોન બનેંગા કરોડપતિના કાર્યક્રમમાં પણ 1 કરોડની રકમ માટે 52 ઉપનિષદનું અનુવાદ કોણે કર્યું છે. આવો પ્રશ્ન પુછ્વામાં આવ્યો હતો. જો કે હાજર સ્પર્ધક તેનો જવાબ આપી શક્યો નહોતો.

FB Comments