Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-2

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખારેકની ખેતીમાં શું કાળજી લેવાની હોય છે? તેનું વાવેતર કેવી રીતે કરવું? ખારેકનું વધુ ઉત્પાદન મેળવવા શું કરવું? આ અંગેની તમામ માહિતી જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખારેકનું વાવેતર લગભગ કોઇ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ ખેડૂત તેનું વાવેતર શિયાળામાં ન કરે તે વધુ ઇચ્છનીય છે. ખારેક બાગાયતી પાક હોવાને કારણે તેનું વાવેતર 24 બાય 24, 30 બાય 30 ફુટનાં અંતરે થતુ હોય છે. હાઇ ડેન્સિટી પધ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો 24 બાય 8 ફુટનાં અંતરમાં તેનું વાવેતર કરાતું હોય છે. આમ પ્રતિ એકર જો 24 બાય 24 ફુટનાં અંતરે વાવેતર કરવામાં આવે તો લગભગ ખારેકનાં 62 થી 70 રોપાની જરૂર પડે છે.

READ  સ્કૂલ નથી જોઈ, પશુપાલનથી ગુજરાતની આ મહિલા મેળવે છે વર્ષે 80 લાખની આવક

આ પણ વાંચો: Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

ખારેકનાં વાવેતર માટે 3.5 ફુટ પહોળો 3.5 ફુટ લાંબો અને 3.5 ફુટ ઉંડો ખાડો કરવાનો હોય છે. આ ખાડાનાં અડધા ભાગને કાળી માટી અને એગ્રીકલ્ચરલ વેસ્ટથી ભરવો અને બાકીનાં ભાગમાં છાણીયું ખાતર એરંડી કે લિંબોળીનો ખોળ ભરીને વાવેતર કરવુ. વાવેતર સમયે એક રોપા દિઢ 50 કિલો જેટલું છાણીયું ખાતર આપવું.

READ  સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સાથે થઈ રહી છે ગેરવર્તૂણક, વીડિયોમાં કરાયો આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments