VIDEO: ગુજરાતમાં 7 પૈકી 6 બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, બાયડ-રાધનપુર સીટ પર પણ 21 ઓક્ટોબરે મતદાન

રાજ્યની વધુ બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પાટણની રાધનપુર અને અરવલ્લીની બાયડ બેઠક પર પણ 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. અને 24 ઓક્ટોબરે આ બંને બેઠકોના પરિણામ આવશે. ગઈકાલે 4 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. હવે રાજ્યની 6 બેઠકો પર એકસાથે પેટાચૂંટણી યોજાશે. અને પરિણામો પણ 24 ઓગસ્ટે આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ ભાજપમાં બેઠકનો દોર શરૂ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને સંસદીય બેઠકની જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

 

વાત કરીએ કે, આ બેઠકો પર બંને પક્ષો કોને ટિકિટ આપી શકે છે. તો રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોરનું નામ નક્કી મનાઈ રહ્યું છે. આ જ બેઠક પરથી અલ્પેશ કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સંકેત આપી ચૂક્યા છે કે, જેઓ પોતાની બેઠક અને પક્ષ છોડીને ભાજપમાં આવ્યા છે. તેમને પહેલી તક મળશે. જેથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ મનાઈ રહ્યું છે કે, કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને હરાવવા વાવના વર્તમાન ધારાસભ્ય ગેની ઠાકોરને મેદાને ઉતારે, જો કે તે ઉપરાંત ગોવિંદજી ઠાકોર અને જગદીશજી ઠાકોરના નામની ચર્ચા પણ ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હું ધારૂં તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો, કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો: અલ્પેશ ઠાકોર, VIDEO થયો VIRAL

આ તરફ વાત કરીએ બાયડ બેઠકની તો, બાયડ બેઠક પણ અલ્પેશની જેમ જ ધવલસિંહે ભાજપમાં જતાં ખાલી કરી હતી. જેથી ભાજપ ધવલસિંહને તક આપી શકે છે. જો કે, એક નામ અહીં ભાજપમાંથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત વાત કોંગ્રેસની કરીએ તો, કોંગ્રેસમાંથી બાયડ બેઠક પર માનવેન્દ્રસિંહ સોલંકી અને કનુ પટેલ તેમજ જશુ પટેલના નામ ચર્ચાઈ રહ્યા છે.

READ  પુલવામા આતંકી હુમલા સામે PM નરેન્દ્ર મોદીએ ફરી કરી ગર્જના, ‘જે આગ આપના દિલમાં છે, તે જ મારા દિલમાં છે’ : જુઓ VIDEO અને મોદીનું આખું ભાષણ સાંભળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments