બજેટ 2020 પહેલા PM મોદીએ આ તમામ ક્ષેત્ર પર સરકારની વિશેષ નજર હોવાનો ઉલ્લેખ કર્યો

મોદી સરકારના બીજા કાર્યકાલનું પહેલું બજેટ રજૂ થશે. 2020નું બજેટ રજૂ થયા પહેલા PM મોદીએ કૃષિ, નિર્માણ અને નિકાસ ક્ષેત્રે કામગીરી આગળ વધારવાની વાત કરી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આભારવિધિ દરમિયાન PM મોદીએ કહ્યું કે, નવી સરકારે પહેલા ત્રણ સપ્તામાં મોટા નિર્ણયો કર્યા છે. આ નિર્ણયથી ખેડૂતો, વેપારી, યુવાનો સહિતના તમામ વર્ગના લોકોને ફાયદો થશે. સાથે કહ્યું કે, ખેતીએ દેશની અર્થવ્યવસ્થામાં સૌથી મહત્વનું પાસું છે. પણ આ ક્ષેત્રમાં સારું કામ કરવા માટે જૂની પદ્ધતિને છોડવી પડશે. સાથે સિંચાઈની પદ્ધતિને વેગ આપવો પડશે. અને દરેક રીતે ખેડૂતોની સાથે ઉભુ રહેવું પડશે.

READ  દીવથી મુંબઈ સુધી ક્રૂઝ સવારી શરૂ, જાણો કેટલું ભાડુ ચૂકવવું પડશે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર આવતાની સાથે ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસ તોડી પડાયું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ PM મોદીએ કહ્યું કે, કોર્પોરેટ સેક્ટર શા માટે ખેતીમાં રોકાણ કરતું નથી. ત્યારે કોર્પોરેટ સેક્ટરને પણ ખેતી તરફ લાવવાની કોશિશ કરવી જોઈએ. જે માટે નીતિગત રીતે કાર્ય કરવું પડશે. માત્ર ટેક્નોલોજીના નામે ટેક્ટર બનાવી દેવું પૂરતું નથી પરંતુ ફૂડ પ્રોસેસિંગ, વેયર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ જેવા સંશાધનોમાં પણ વધારો કરવો પડશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments