માનવતા થઇ શર્મસાર, એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દિવસભર મૃતદેહો રઝળતા રહ્યા

Civil hospital Ahmedabad

Civil hospital Ahmedabad

સૌથી દર્દનાક અને સંવેદનહીન પળ ત્યારે જોવા મળે છે જ્યારે કોઈના મોતનો મલાજો પણ ન જળવાય. આવું જ બન્યું છે એશિયાની સૌથી મોટી અને અત્યાધુનિક સિવિલ હોસ્પિટલમાં. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો હડતાળ પર ઉતર્યા. તેના કારણે એક-બે નહિ પણ ત્રણ-ત્રણ મૃતદેહો વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુઘી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પડી રહ્યા. સિવિલ હોસ્પિટલ પ્રશાસનો અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચેની પાર્કિગની માથાકુટના મુદ્દે થયેલી તકરારમાં આ મૃતદેહો પાંચ થી છ કલાક રઝળતા રહ્યાં…જેમાં એક મૃતદેહ રાજકોટનો, બીજો મૃતદેહ મધ્ય પ્રદેશનો હતો જ્યારે ત્રીજો મૃતદેહ અમદાવાદનો હતો.આ તમામ મૃતદેહોને આખરે ખાનગી ટેમ્પામાં લઇ જવાની ફરજ પડી હતી.

Civil hospital Ambulance strike

સિવિલ હોસ્પિટલમાં અવરજવર કરતી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોનો વિરોધ છે કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ન આપવામાં આવતા પરેશાનીનો સામનો કરવો પડે છે.હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ ઉભી રાખતા ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જે સમસ્યા લઈ ખાનગી એમ્બ્યુલન્સ ચાલક હડતાળ પર રહેતા પોસ્ટમોર્ટમ બહાર મૃતદેહ રઝળતા રહ્યા હતા.

તો સિવિલ પ્રશાસનનું માનવું છે કે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી જે અનુસાર પોસ્ટમોર્ટમ રૂમ પાસે પાંચ એમ્બ્યુલન્સ પાર્ક કરી શકાય પરંતુ એકસાથે 30 એમ્બ્યુલન્સ પાર્ક કરવામાં આવતા દર્દીના સગા સબંધીઓને કનડગત ઉભી થાય માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોઈ સમસ્યા ન પડે તેની જવાબદારી સિવિલ પ્રશાસનની છે.પરતું અહીંયા તો સિવિલ હોસ્પિટલ પાસે માત્ર 10 એમ્બ્યુલન્સ છે. જેના કારણે ખાનગી એમ્બ્યુલન્સની જરૂરિયાત ઉભી થાય છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાલ મામલો ગુંચવાયો છે જ્યાં એમ્બ્યુલન્સ ધારકો પોતાની માંગ પર અડયા છે તો તંત્ર પણ ટસનું મસ થવા તૈયાર નથી.

[yop_poll id=271]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 18/6/2019| Tv9GujaratiNews

FB Comments

Mihir Soni

Read Previous

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ આખરે નરેન્દ્ર મોદી પાસે કેમ કરી મદદની અપીલ?

Read Next

એક્શનમાં કમલનાથ! CM બનવાના કલાકોમાં જ યુવાનો માટે લીધો મહત્ત્વનો નિર્ણય!

WhatsApp પર સમાચાર