VIDEO: સાયરાની યુવતીના અપમૃત્યુ કેસ મામલે ગાંધીનગર ખાતે આજે દલિત મહાસંમેલન

Death case of a girl in Sayra; Dalit Sammelan to be held in Gandhinagar today

અરવલ્લીના મોડાસાના સાયરા ગામમાં થયેલા યુવતીના મોતને લઈને પરિવાર હજુ પણ ન્યાયની માગ કરી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમાં ન્યાયની માગણી સાથે દલિત મહાસંમેલન યોજાશે. ગાંધીનગરના સેક્ટર 12માં આંબેડકર ભવન ખાતે દલિત મહાસંમેલન યોજાશે.

આ પણ વાંચો: ભારતીય ટીમને મોટો ઝટકો, રીષભ પંત બાદ હવે ટીમનો આ ખેલાડી પણ થયો ઈજાગ્રસ્ત

મહત્વનું છે કે, પીડિતાના પરિવારે ગઈકાલે રાજ્યના અગ્ર સચિવ સાથે મુલાકાત કરી હતી. જેમાં ફરિયાદીના વકીલે રાજ્ય સરકાર સમક્ષ CID તપાસની માગ સહિત અન્ય કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં એવી માગણી કરાઈ છે કે, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનારા એસપી મયૂર પાટીલ અને પીઆઈ એન.કે. રબારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO

પીડિતાના પરિવારના જીવને હજુ પણ જોખમ છે. તેથી આ પરિવારને હથિયાર ધારી પોલીસનું રક્ષણ આપવામાં આવે. આ બનાવમાં સાત દિવસમાં જો પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં ખૂબ હોબાળો થયા બાદ મોડાસાના ત્રણ શખ્શો બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર હાજર થયા હતા. તેમણે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં સરન્ડર કર્યુ હતું જ્યાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે.

READ  પુલવામા આતંકી હુમલો : જે રજા માટે તેમણે હોંશે-હોંશે કરી હતી અરજી, તે અરજી જ બની તેમની ઓળખનો આધાર !

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments