પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: ક્રાઈમ બ્રાંચને ચિરાગ પટેલનો મોબાઈલ એક યુવક પાસેથી મળી આવ્યો

ટીવીનાઇનના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આંશિક સફળતા મળી છે. પોલીસને ચિરાગ પટેલનો મોબાઇલ મળી આવ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

કઠવાડાના એક યુવક પાસેથી પોલીસે ચિરાગ પટેલનો મોબાઇલ જપ્ત કર્યો છે. અનિલ વાઘેલા નામના યુવકને ઘટના સ્થળેથી બાઇક પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ડ્રાઈવર અનિલ વાઘેલાએ મોબાઈલ લઈ ઘરમાં મુકી રાખ્યો હતો.  બે માસ સુધી યુવકે મોબાઈલ સંતાડી રાખ્યો હતો. મોબાઈલ વાપરતા પહેલા યુવકે મોબાઈલનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.

 

READ  સાવધાન! જો તમારી પાસે સ્ટાર્ટર ગન કે એરગન હોય તો લાયસન્સ લઈ લેજો નહીં તો જેલમાં જવાનો વારો આવશે

લાંબા સમય સુધી તેને મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો. મોબાઈલ ચાલુ કરવાની સાથે જ તે પોલીસના રડારમાં આવી ગયો હતો.  પોલીસે તેને  પકડી લીધો છે.  યુવક પાસેથી મોબાઈલ રીકવર કરીને ચિરાગના મોબાઇલને તપાસ માટે એફએસએલમાં મોકલી દીધો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવક જેણે ચિરાગ પટેલનો મોબાઈલ ચોરી કર્યો હતો તેને ચિરાગ પટેલની સાથે કોઈ સંબંધ છે કે નહીં?

FB Comments