રશિયા પાસે 3600 કરોડની સૈન્ય ડીલ, હવે રશિયા, ચીન પછી ભારત પાસે હશે આ હેલિકોપ્ટર

સંરક્ષણ મંત્રાલયે રશિયાથી 10 કામોવ-31 હેલિકોપ્ટર ખરીદવાની ડીલને મંજૂરી આપી દીધી છે. બંને દેશોની વચ્ચે આ 10 હેલિકોપ્ટરની ડીલ લગભગ 3600 કરોડ રૂપિયામાં થઈ છે.

ભારતીય નૌકાદળે તેમના જહાજોને હવાઈ જોખમોથી બચાવવા માટે આ હેલિકોપ્ટરો ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ મંજૂરી પછી હવે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે.

 

READ  બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

આ હેલિકોપ્ટરો બાકી હેલિકોપ્ટરોના મુકાબલે વજનામાં હલકા અને નિયંત્રિત કરવામાં સરળ છે. આ હેલિકોપ્ટરોને નૌકાદળના વિમાન અને યુધ્ધ માટે તૈનાત કરવામાં આવશે. જેમાં INS વિક્રાંત અને ગ્રેગોવિચ ક્લાસ ફ્રીગેટ સામેલ છે.

અત્યારે હાલ રશિયા અને ચીન આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ત્યારબાદ હવે આ ભારતની નૌકાદળમાં સામેલ થશે. ભારતીય નૌકાદળમાં પહેલેથી જ 12 કામોવ-31 હેલિકોપ્ટર હાજર છે. જે દરિયામાં ફાઈટર વિમાન જહાજોની રક્ષા કરે છે.

READ  દેશમાં કોરોનાથી 24 કલાકમાં 16 લોકોના મોત, પોઝિટિવ કેસનો આંકડો 1,345ને પાર

 

Oops, something went wrong.
FB Comments