બદલાઇ ગઈ કિલોગ્રામની વ્યાખ્યા જ, જાણો તમારા જીવન પર શું થશે અસર

Tv 9 Gujarati Kilogram
Tv 9 Gujarati Kilogram

આપણાં જીવનની સાથે સંકળાયેલી સામાન્ય બાબતોમાં ફેરફાર થતાં રહેતાં હોય છે. પરંતુ જો તમે કોઇ દિવસ સવારે ઊઠતાં જ જો તમને ખબર પડે કે ‘કિલોગ્રામ’ના માપદંડોમાં ફેરફાર થયા છે ? તો તમે ચોંકી જશો… હાલમાં પેરિસની નજીક વર્સાયના મહેલમાં લગભગ અઠવાડિયા સુધી ચાલેલી બેઠક બાદ શુક્રવારે મતદાનથી ઇન્ટરનેશનલ બ્યૂરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સની બેઠકમાં માપતોલમાં ગંભીરતાથી રસ રાખનારાં મહત્ત્વનાં લોકો સામેલ થયાં હતાં. આ લોકોએ ઇલેક્ટ્રોનિક કિલોગ્રામનાં નામથી વજનનો એક નવો આધાર તૈયાર કર્યો છે.

  • આ સાથે જ અત્યાર સુધીમાં એક કિલોગ્રામના ‘પ્લાન્ક કોન્સ્ટેન્ટ’ના આધાર પર માપવામાં આવશે. જોકે તેની અસર આમ જીવર પર ખાસ થવાની નથી.
  • અગાઉ કિલોગ્રામને પ્રથમવાર 1795માં વ્યાખ્યિત કરવામાં આવ્યું હતું.
  • જે પછી 1875માં ફ્રાન્સમાં ઇન્ટરનેશનલ બ્યૂરો ઓફ વેટ એન્ડ મેજર્સ (BIPM)ની સ્થાપના કરી હતી. જેમાં અલગ અલગ ચીજોની સાથે માનંકો પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સમય માટે સેકન્ડ, માપ માટે મીટર, વજન માટે કિલોગ્રામ, કરન્ટ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન, પ્રકાશ માટે કેન્ડેલા અને પદાર્થ માટે મોલનો એકમ છે.
  • 1889માં તેને બદલવામાં આવ્યું અને વજન માટે કિલોગ્રામની નવી માપદંડ કરવામાં આવ્યું હતું.
  • જે પછી હવે 20 મે 2019થી સાયન્ટીસ્ટો કિલોગ્રામને માપવાની નવી પદ્ધતિનો પ્રયોગ કરશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પણ આ જ ભાષા લખવાની રહેશે.
READ  ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ, જુઓ VIDEO

લોકોએ ઇલેક્ટ્રોનિક કિલોગ્રામનાં નામથી વજનનો એક નવો આધાર તૈયાર કર્યો છે. 1967માં સમયનો એકમ સેકન્ડને ફરીથી પરિભાષિત કરાયો હતો, જેથી દુનિયામાં સંદેશાવ્યવહારને GPS અને ઇન્ટરનેટ જેવી ટેક્નિકો માટે સરળ બનાવાય.

શું છે કિલોગ્રામ ?
કિલોગ્રામ

શું થશે તમારાં પર અસર ?

વિશેષજ્ઞોનું માનવું છે કે કિલોગ્રામમાં ફેરફાર પણ ટેક્નિક માટે સારો હશે. ખાસ તો સ્વાસ્થ્ય અને છૂટક વેચાણ માટે, જોકે તેનાથી ચીજોની કિંમતમાં ખાસ ફેરફાર નહીં થાય. જો સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો તમને તેનો કોઇ જ અસર થવાની પણ નતી. એવું નથી કે તમે એક કિલો ખાંડ ખરીદશો તો તમને એક પણ કણ વધારે મળશે નહીં. પરંતુ વિજ્ઞાન પ્રયોગોમાં તેની ઘણી અસર થશે. જેના માટે યોગ્ય માપની જરૂર રહેશે.

હાલમાં આપણે નક્કર વસ્તુઓને તોલ માપ માટે રોજ કિલોગ્રામનો ઉપયોગ કરીએ છીએ. તે વાસ્તવમાં Mass(દ્રવ્યનો જથ્થો)નું આંતરરાષ્ટ્રીય યુનિટ છે. દ્રવ્યમાન એટલે કે કોઈ પણ વસ્તુનું વાસ્તવિક વજન. આપણે જે વજનને તોલીએ છીએ તે ચોક્કસ સ્થાનની ગુરુત્વાકર્ષણ પર નિર્ભર કરે છે. અલગ-અલગ જગ્યાઓ પર ગુરુત્વાકર્ષણ પણ અલગ-અલગ હોય છે. આ કારણોથી જ કોઈ પણ વસ્તુનું પૃથ્વી પર અને ચંદ્રમાં પર વજન અલગ-અલગ હોય છે. જયારે દ્રવ્યમાન એક સમાન હોય છે.

READ  મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી
1KG_weight_Tv9
કિલોગ્રામની શું છે વ્યાખ્યા

શું છે કિલોગ્રામની વ્યાખ્યા ?

અગાઉ જ્યારે એક કિલોગ્રામની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી. જેના અનુસાર, 1 કિલોગ્રામને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા 1 લિટર પાણીના વજનને બરાબર માનવામાં આવે છે. આ પછી 1989થી પ્લેટિનિયમ અને ઈરીડિયમ મેટલને મેળવીને એક સિલેન્ડરનુમા બાંટ બનાવવામાં આવ્યો હતો. તેને ઈન્ટરનેશન પ્રોટોટાઈપ ઓફ કિલોગ્રામ (IPK) કહેવામાં આવે છે. આ વજનને 16 નવેમ્બર 2018 સુધી 1 કિલોગ્રામ બરાબર માનવામાં આવે છે.

આ પ્રમાણે જ 1 મીટરનો અર્થ 100 સેન્ટિમીટર થતો નથી, વાસ્તવમાં તે લંબાઈ છે, જે અવકાશમાં પ્રકાશની કિરણ એક સેકન્ડના 1/299, 792, 548 સમયમાં કાપે છે. હવે એ જ રીતે કિલોગ્રામનું વજન એક સર્વમાન્ય તરીકે નક્કી કરાશે, જે કોઈ પણ ગણતરી કરી મેળવી શકાશે. કિલોગ્રામની નવી પરિભાષા તૈયાર થઈ ગયા બાદ દેશો માટે વજનનું યોગ્ય માપ જાણવા માટે તેમને પેરિસ મોકલવાની જરૂર નહીં પડે.

FB Comments