દિલ્હી ચૂંટણી 2020 : પ્રચાર પડઘમ શાંત, જાણો ક્યારે મતદાન અને ક્યારે પરિણામ?

delhi-assembly-election-2020-campaigns-ends

દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. 48 કલાક સુધી કોઈપણ પાર્ટી હવે ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. આચાર સંહિતા લાગુ થઈ ગયી છે અને 48 કલાક પછી એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા યોજાવાની છે. દિલ્હીની જનતા 8 ફેબ્રુઆરીના રોજ કોની સરકાર બનશે તે અંગે પોતાનો જનાદેશ ઈવીએમમાં આપશે. 11 ફેબ્રુઆરીના રોજ અંતિમ પરીણામો આવશે અને તેના આધારે નક્કી થશે કે દિલ્હીના સીએમની ખુરશી કઈ પાર્ટીને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયો વીડિયો, પોલીસે કરી બે લોકોની ધરપકડ, જુઓ VIDEO

 

 

દિલ્હીમાં સૌથી પહેલાં ચૂંટણી પ્રચારની શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફરીથી બને છે કે નહીં તે અંગે જોવું રહ્યું. ભાજપે દિલ્હીમાં તનતોડ મહેનત કરી છે. દિલ્હીમાં પીએમ મોદીથી માંડીને વિવિધ રાજ્યોના દિગ્ગજ નેતાઓ સ્ટાર પ્રચારકો તરીકે ઉતર્યા હતા. પ્રચારનો અંતિમ દિવસ હોવાથી દિલ્હીમાં મનોજ તિવારીએ પોતાના પાર્ટીના કાર્યકરો સાથે ચાની મજા પણ માણી હતી.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું એલાન, આ તારીખે યોજાશે મતદાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાજુ કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો પ્રચારના અંતિમ દિવસમાં પાર્ટીએ જોર લગાવ્યું હતું. દિલ્હીમાં 30થી 32 ટકા લોકો ભારતના પૂર્વ વિસ્તારના હોવાથી ભાજપે ઘણાંબધાં અભિનેતાઓને પણ ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે જીતે તે માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દમ લગાવી દીધો હતો.

READ  અમેરિકા પછી ભારતના પડોશી દેશમાં પણ વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ, 73 વિદ્યાર્થીઓની થઈ ધરપકડ

 

Oops, something went wrong.
FB Comments