Delhi Election 2020 : દિલ્હીને જીતવા ભાજપે જારી કર્યું સંકલ્પ પત્ર, કર્યા આ વાયદાઓ!

delhi-assembly-election-bjp-relies-his-sankalp-patra

ચૂંટણી આવે એટલે પાર્ટીઓ વાયદાઓ તો કરે જ છે. આમ આદમી પાર્ટી બાદ દિલ્હીમાં મતદારોને રિઝવવા માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગડકરીએ સૌથી પહેલાં ભાજપે કરેલાં વિકાસના કાર્યોનો ઉલ્લેખ કર્યો અને પછી જણાવ્યું કેવી રીતે પાર્ટી દિલ્હીને દુનિયાનું સૌથી સુવિધાજનક સીટી બનાવી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગડકરીએ જણાવ્યું કે વિશ્વનો સૌથી લાંબો હાઈવે દિલ્હીથી મુંબઈ સુધી બનવા જઈ રહ્યો છે. આ માટે જમીનના અધિગ્રહણનું કાર્ય પણ પૂર્ણ કરી દેવાયું છે. તેઓએ જાણકારી આપી કે આ હાઈવે 12 લેનનો હશે અને સિમેન્ટ-ક્રોન્કીટની મદદથી બનાવવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું કે લોકો 3 વર્ષની અંદર જ 12 કલાકમાં હાઈવેથી દિલ્હી-મુંબઈ વચ્ચે સફર કરી શકશે.

READ  નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO

આ પણ વાંચો :   ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો

delhi-assembly-election-bjp-relies-his-sankalp-patra

ભાજપના સંકલ્પ પત્રની અમુક ખાસ વાતો
ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના સંકલ્પ પત્રની જાહેરાત કરી દીધી છે. જેમાં 2 રુપિયા પ્રતિકિલો ઘઉંનો લોટ આપવાની જાહેરાત, ટેંકર મુક્ત દિલ્હી, દરેક ઘરમાં સ્વચ્છ પાણી, 10 નવા કોલજે, 200 નવી સ્કૂલો બનાવવાની વાત પણ કરવામાં આવી છે.

READ  VIDEO: 'સરકાર'નો છેલ્લો દિવસ! મહારાષ્ટ્રમાં સમગ્ર મામલો ઉકેલવાની જવાબદારી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સોંપવામાં આવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

– જે ગરીબ પરીવાર હશે અને તેને ત્યાં દીકરીનો જન્મ થશે તો એક નિશ્ચીત રકમ દીકરી માટે સરકાર આપશે. કોલેજ જનારી ગરીબ વિદ્યાર્થિઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી અને 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવામાં આવશે.

– કચરા મુક્ત દિલ્હી, 10 લાખ બેરોજગારોને રોજગાર આપવામાં આવશે. મહિલા કલ્યાણ બોર્ડની સ્થાપના અને દિલ્હી યમુના વિકાસ બોર્ડ બનાવવામાં આવશે અને તેના માધ્યમથી યમુનાની સફાઈ પણ કરવામાં આવશે.

READ  VIDEO: પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

– દરેક વોર્ડમાં લાઈબ્રેરીની સુવિધા, ઝુપડપટ્ટીઓમાં પણ લાઈબ્રેરી, સફાઈ કર્મચારીઓને એરિયસની ચૂકવણી, દિવ્યાંગ, વિધવા, વુદ્ધો અને 1984ના શીખ રમખાણના પીડિતોને પેન્શનમાં વધારો કરાશે.

– આ સિવાય સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવશે. ફીટ ઈન્ડિયા ફીટ દિલ્હી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.

 

 

Oops, something went wrong.
FB Comments