દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ચૂંટણીની સમગ્ર માહિતી

delhi-assembly-election-date-election-commission-aap-bjp-congress-arvind-kejriwal

દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પરિણામ અને મતદાનની તારીખો જાહેર કરી દીધી છે. જાહેરાતની સાથે દિલ્હીમાં આંચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. સમગ્ર ચૂંટણી એક તબક્કામાં પૂરી થઈ જશે. 8 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠક પર મતદાન યોજાશે. જેના પરિણામ 11 ફેબ્રુઆરીના દિવસે જાહેર કરાશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ટક્કર ભાજપ અને કોંગ્રેસ સાથે છે.

ચૂંટણીપંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે, દિલ્હીની તમામ 70 બેઠક પર એક સાથે મતદાન યોજાશે. અને વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. મતદારોને પોલિંગ બૂથ સુધી પહોંચવા પીક-અપ ડ્રોપ પણ મળશે. જેની જાણકારી વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. સાથે એક નંબર પણ જાહેર કરાયો છે.

  • કુલ 70 બેઠક
  • 58 બેઠક સામાન્ય, 12 SC બેઠક
  • કુલ પોલિંગ બૂથ – 13750
  • 90 હજાર કર્મચારી ચૂંટણીમાં સેવા આપશે
  • દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો
  • પુરુષ મતદારોની સંખ્યા 80 લાખ 55 હજાર 686
  • મહિલા મતદારોની સંખ્યા 66 લાખ 35 હજાર 635
  • થર્ડ જેન્ડરની સંખ્યા 815
  • NRI મતદારોની સંખ્યા 489
  • સર્વિસ મતદારની સંખ્યા 11556
READ  VIDEO: કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી દેશભરમાં રેલવે વ્યવહાર બંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPના 70માંથી 67 ધારાસભ્યો જીત્યા હતા. જેની સાથે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસીક જીત મેળવી હતી. ભાજપને 3 બેઠક મળી હતી. તો કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ ગઈ હતી.

READ  પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ દાખવનાર સિદ્ધૂ સામે ચોતરફથી ફિટકાર, ભાજપ નેતાએ ઝાંઝર મોકલી કહ્યું, ‘ઇમરાનની ધુન પર નાચો’, સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સનો આક્રોશ ફાટ્યો, કપિલ શર્માના શોમાંથી હટાવવાની માંગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments