દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ લોકો ઘરે બેસીને કરી શકશે મતદાન, વાંચો વિગત

delhi assembly elections 2020 elderly and differently abled voters will be able to vote from postal ballot delhi vidhansabha election ma aa loko ghare besi ne kari shakse matdan vancho vigat

ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ સામે આવશે કે દિલ્હીમાં કોની સરકાર બનશે. નિષ્પક્ષ ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં રહેતાં 80 વર્ષથી વધારે ઉંમરના વુદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓને મતદાન મથક સુધી નહીં જવુ પડે, તેના માટે ચૂંટણી પંચે બેલેટની વ્યવસ્થા કરી છે.

delhi assembly elections 2020 elderly and differently abled voters will be able to vote from postal ballot delhi vidhansabha election ma aa loko ghare besi ne kari shakse matdan vancho vigat

 

વિશેષ પરિસ્થિતીમાં પોસ્ટલ બેલેટની સુવિધા

1. જો મતદાતા સેના કે સરકાર માટે કામ કરવાના કારણે અથવા ચૂંટણીમાં ફરજ બજાવવાના કારણે રાજ્યમાંથી બહાર છે તો તેમને પોસ્ટલ બેલેટની સુવિધા મળશે.

READ  બેડમિન્ટન જગતમાં ભારતને અનેક સિદ્ધીઓ અપાવનાર ખેલાડી સાઈના નેહવાલની ભાજપમાં 'એન્ટ્રી'

2. Preventive Detention એટલે કે અટકાયતને લઈ કસ્ટડીમાં લેવામાં આવેલા મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વખતે દિલ્હીની ચૂંટણીમાં વુદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે

ચૂંટણી પંચ પહેલા જ ચૂંટણીના વિસ્તારમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત કરનારા લોકોની ગણતરી કરી લે છે. ખાલી પોસ્ટલ બેલેટ ઈલેક્ટ્રોનિક માધ્યમોથી મતદાતા સુધી પહોંચાડવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક માધ્યમના અભાવમાં પોસ્ટ વિભાગ દ્વારા મોકલવામાં આવે છે. જો મતદાતા કોઈ કારણસર પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરી શકતો નથી તો તેને પરત લેવામાં આવે છે.

READ  ચીન વિવાદ મુદ્દે ભારતને આ શક્તિશાળી દેશના રક્ષા મંત્રીએ આપ્યું સમર્થન, પત્ર લખી કહ્યું કે અમારી સેના સાથે છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણી પંચના સૂચન પર કેન્દ્રીય કાયદા મંત્રાલયે 22 ઓક્ટોબર 2019એ ચૂંટણી નિયમ 1961માં સંશોધન કર્યુ. આ સંશોધનમાં દિવ્યાંગ અને 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને ‘ગેરહાજર મતદાર યાદી’માં સામેલ કરવાની અનુમતિ મળી. ગેરહાજર મતદાર તેમને કહેવામાં આવે છે કે જે મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં અસમર્થ હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે

 

દિવ્યાંગ અને વુદ્ધ મતદાતાઓને આ સુવિધાનો લાભ અપાવવા માટે ચૂંટણી અધિકારી પહેલા જ ફોર્મ 13Aમાં તેમનું નામ દાખલ કરશે. આ બંને જ મતદાન મથક પર પહોંચવામાં અસમર્થ હોય છે. આ સુવિધા પછી પણ જો દિવ્યાંગ અને વુદ્ધ મતદાન કેન્દ્ર પર જાય છે તો તેમને વ્હીલ ચેયર સિવાય લાઈન વગર મતદાન કરવાની સુવિધા મળશે.

આ પણ વાંચો: BIG BREAKING: દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

 

Oops, something went wrong.
FB Comments