દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે

Delhi assembly elections: BJP central committee meeting, list of candidates to be declared today delhi vidhansabha election aaje BJP central committee ni bethak umedvaro nu list jaher thai sake

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હવે લોકોની નજર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના લિસ્ટ પર છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે યોજાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પછી આજે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે અને 17 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવાર નામાંકન ભરવાનું શરૂ કરી શકે છે.

READ  'મિશન મંગલ' ફિલ્મમાં આ 5 મહિલા વૈજ્ઞાનિકોની છે કહાણી જેના લીધે ઈસરોને મળી સફળતા

Image result for bjp central committee"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હીમાં ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ કરવા માટે આજે પાર્ટી મુખ્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે. પાર્ટી સુત્રો દ્વારા મુજબ આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિ તરફથી મોકલવામાં આવેલા નામ પર વિચાર કરીને લિસ્ટ ફાઈનલ કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે.

READ  એર સ્ટ્રાઈકના પુરવા માંગી રહેલા વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ કર્યો પલટવાર, કેટલાક લોકોની વાતો પર પાકિસ્તાનમાં તાળીઓ વાગે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે પાર્ટી 17 જાન્યુઆરીથી નોમિનેશન કરવાનું શરૂ કરી દેશે. ત્યારે ભાજપના એક નેતાએ કહ્યું 19 અને 20 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે. ત્યારે આ તારીખ પહેલા જ પાર્ટી નામાંકનનું કામ પુરૂ કરી લેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નામાંકન માટે છેલ્લી તારીખ 21 જાન્યુઆરી રાખી છે. ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

READ  સુરતીઓ સાવધાન, હવે શહેરના આ 14 રોડ પર વાહન પાર્ક કરશો તો આપવી પડશે પાર્કિંગ ફી, શહેરમાં આજથી લાગૂ થઈ નવી પાર્કિંગ પોલીસી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments