નવા વર્ષની સાથે જાહેર થઈ શકે દિલ્હી ચૂંટણીની તારીખો, ECએ યોજી સમીક્ષા બેઠક

delhi-assembly-elections-dates-preparations-on-regular-updates-of-election-commission nava varsh ma jaher thay ske chhe delhi election ni tarikh

20 ફેબ્રુઆરી, 2020ના રોજ દિલ્હીની આમ આદમી પાર્ટીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. સુત્રોનું માનીએ તો નવા વર્ષના પ્રથમ માસના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. એવી જાણકારી મળી રહી છે કે જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં મતદાન ચૂંટણી પંચ ગોઠવી શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં પરિણામો આવી શકે છે. જેના લીધે જૂની સરકારનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થાય અને નવી સરકાર આવી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

delhi-assembly-elections-dates-preparations-on-regular-updates-of-election-commission nava varsh ma jaher thay ske chhe delhi election ni tarikh

આ પણ વાંચો :  લ્યો બોલો! એર ઈન્ડિયા સરકારી અધિકારીઓને જ ટિકીટ નહીં આપે, આપ્યું આ મોટું કારણ!

ચૂંટણી પંચ દ્વારા બુધવારના રોજ એક મિટિંગ કરવામાં આવી હતી અને તેમાં તૈયારીઓ બાબતે સમીક્ષા પણ કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરની સાથે અલગ અલગ બેઠક ચૂંટણી પંચે કરી છે અને તેના લીધે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

 

READ  VIDEO: પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડ કરવા માટે CBI અને EDની ટીમ પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

delhi-assembly-elections-dates-preparations-on-regular-updates-of-election-commission nava varsh ma jaher thay ske chhe delhi election ni tarikh

ચૂંટણી પંચની બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાની અન્ય ચૂંટણી અધિકારીઓએ પોલીસ પાસેથી તૈયારીઓને લઈને જાણકારી મેળવી હતી. આ સિવાય ચૂંટણી પંચના સી-વિઝિલ એપ પર મળનારી ચૂંટણી ફરિયાદોનો નિકાલ યોગ્ય સમયે થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોઈપણ પાર્ટીની ગેરરીતિ કે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થાય ત્યારે લોકો સરળતાથી આ એપ મારફતે સીધી જ ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે અને ચૂંટણી પંચ આ ફરિયાદનો નિવેડો લાવે છે.

READ  લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો 'સબક' તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

delhi-assembly-elections-dates-preparations-on-regular-updates-of-election-commission nava varsh ma jaher thay ske chhe delhi election ni tarikh

આ બેઠકમાં મતદારોને કેવી કેવી સુવિધા મતદાન કેન્દ્ર પર આપવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે આ વખતે દિલ્હીના મતદાનમાં મતદાન કેન્દ્ર પર મતદારો પોતાના ફોનને રાખી શકે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવશે. નાના બાળકો હોય તેવી માતાઓ જો મતદાન કરવા આવે તો ક્રેચ ફેસિલીટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય મતદારને યાદગાર બનાવવા માટે સેલ્ફી પોઈન્ટ, વેઈટિંગ એરિયા અવે વૃદ્ધો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

READ  23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

 

 

Oops, something went wrong.
FB Comments