PM મોદીની શપથવિધિ દરમિયાન હેક થઈ ભાજપની વેબસાઈટ, હેકરે આપી વેબસાઈટ ફરીથી ચાલુ કરવા અંગે ચેલેન્જ તો પાર્ટીનો ‘છૂટ્યો પરસેવો’

એક તરફ દિલ્હીમાં ભાજપની સરકાર બની તેનો ઉત્સવ અને શપથવિધિ ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હી ભાજપની આધિકારીક વેબસાઈટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવી છે.

એક કલાકથી સતત ભાજપની આ વેબસાઈટ હેક કરનાર હેકર પોતાના ટ્વિટક એકાઉન્ટ પર અપડેટ આપી રહ્યો છે. એક ટ્વિટમાં તેને ચેલેન્જ આપી છે કે જોઈએ કેટલાં સમયમાં તમે પાછી વેબસાઈટને રિકવર કરી શકો છો. આ હેકર પોતાને ‘સાયબર ચોકીદાર’ ગણાવી રહ્યો છે અને તેના મુખ્ય ટાર્ગેટ ભારતની આધારકાર્ડની સિસ્ટમ અને ભાજપ આઈટી સેલ હોય તેવું તેની પ્રોફાઈલમાં જોવા મળી રહ્યું છે.

READ  VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક

અગાઉ આ હેકરે ભારતીય રેલવેની  વેબસાઈટને લઈને પોતાના સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક ટ્વિટ કરી હતી. આ હેકરે ભાજપની દિલ્હીની વેબસાઈટ હેક કરીને તેમાં બીફના ફોટો લગાવી દીધા છે. આ હેકિંગને લઈને તે સિસ્ટમને પડકાર આપી રહ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલે જ્યારે આ હેકિગને લઈને સ્ટોરી કરી ત્યારે તેની ખબરને પણ આ હેકરે ટ્વિટ કરીને લખ્યું કે વાહ વેરી ફાસ્ટ. સતત એક કલાક સુધી આ વેબસાઈટ હાલ બંધ કરી દેવાઈ છે અને તેને આ હેકર પાસેથી પરત રિકવર કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે તેવું વેબસાઈટ પર મેઈટેન્સના મેસેજ દ્વારા જણાઈ રહ્યું છે.

READ  ભાર વિનાનું ભણતર! આ દેશના બાળકો 16 વર્ષની ઉંમર સુધી નથી આપતા કોઈ પરિક્ષા

 

 

https://twitter.com/fs0c131y/status/1134094578825531398

નીચેની ટ્વિટમાં તમે જોઈ શકો છો તે હેકર દ્વારા એક ચેલેન્જ આપવામાં આવી છે કે કેટલાં સમયમાં આ વેબસાઈટ ફરીથી ચાલુ થઈ જશે.

પોતે જ વેબસાઈટ કરીને ટ્વિટ કરીને લખે છે કે મને નહોતી ખબર કે બીજેપીનો મતલબ બીફ જનતા પાર્ટી થાય છે. વેબસાઈટ હેક કરીને ત્યાં બીફને લગતી આઈટમોને દર્શાવી દેવાઈ છે. જ્યાં સુધી અમે આ ખબર લખી ત્યાં સુધી તો ભાજપની વેબસાઈટ ચાલુ થઈ શકી નથી.

READ  VIDEO: 'વાયુ' વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

 

Coronavirus: Food preparation at Maninagar Swaminarayan temple, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments