દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે કરી મુલાકાત

delhi-chief-minister-arvind-kejriwal-held-a-press-conference-after-meeting-home-minister-amit-shah

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સતત ત્રીજા વખત સત્તા મેળવનારા અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘આ એક સારી મુલાકાત હતી. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે. બેઠકમાં દિલ્હીનાં વિકાસ અંગે અમારી વાતો થઈ છે. કેન્દ્ર સરકારના સાથે સહકારથી કામ કરવાની વાત પણ કરી હતી. સાથે મહિલા સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તો કેજરીવાલે હાલ દિલ્હીમાં ચાલતા શાહીનબાગ મુદ્દે કોઈ વાત થઈ હોવાનું કહ્યું નથી.

આ પણ વાંચોઃ સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

કેજરીવાલે કહ્યું કે, ‘અમારી નવી સરકારે કામ કરવાની શરુઆત કરી દીધી છે. એક મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર અમે દિલ્હીના વિકાસ માટે 24 કલાક કામ કરી રહ્યા છીએ. અગાઉના પાંચ વર્ષ જેટલું કામ થયું છે, તેના કરતા આ વખતે વધારે કામ કરીશું. ગત વખતે મેં કોઈ મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. મને લાગે છે મોનિટરિંગનું કાર્ય વધુ અગત્યનું છે.

READ  શું PM નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ડિસ્લેક્સિયા પીડિત કહ્યાં ? વિપક્ષે મોદીની મજાકને ગણાવ્યું રાહુલનું અપમાન અને મોદી પર સાધ્યું નિશાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments