ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કથળી રહ્યું છે. આ સિવાય નોએડા, ગ્રેટર નોએડામાં અને ગાજિયાબાદમાં પણ સ્કૂલો બંધ રાખવામાં આવશે. પ્રદૂષણના કારણે આ સ્કૂલો બંધ રાખવામાં આવી રહી છે જેના લીધે બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે.

READ  દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદૂષણને લઈને હોટ-મિક્સ પ્લાન્ટને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની અવધિ 15 નવેમ્બર સુધી વધારી દેવાઈ છે. રાજધાનીમાં જે ઉદ્યોગો પીએનજીનો ઉપયોગ નથી કરી રહ્યાં તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘણાં વિસ્તારોમાં 400ને પાર કરી ગયો છે. જેના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

READ  શું બદલાશે દેશની રાજધાનીનું નામ? દિલ્હી, ડેલ્હી અને દેહલીમાંથી કોના પર લાગશે મહોર?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈને સુપ્રીમકોર્ટે જવાબ માગ્યો છે કે ઓડ ઈવન લાગુ કરવાથી પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થઈ શકશે. આમ ઓડ ઈવનના નિયમના લીધે કેજરીવાલની આપ સરકારે કોર્ટમાં પણ જવાબ આપવો પડશે.

 

READ  ISIS આતંકી ગુજરાતમાં કેવી રીતે ઘૂસ્યો, કોણે આપ્યું મકાન? વાંચો તમામ વિગત

Ahmedabad : Fire brigade teams sanitized all police station across the city

FB Comments