થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જેનું ભાજપે ખંડન કર્યું છે.

આ ઘટના એવા સમય બની જ્યારે કેજલીવાલ 26 અનધિકૃત કોલોનીમાં વિકાસ કાર્યોને જોવા માટે દિલ્હીના ભાગોળે આવેલા વિસ્તારમાં ગયા હતા. જોકે સદનસીબે કેજરીવાલને કોઈ જ ઈજા થઈ નથી. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સ પર એક પણ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ભાજપના ટોળા દ્વારા હુમલો કરાયો હોવાનો દાવો કર્યો છે.

READ  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા વીડિયોમાં એક ટોળું દેખાઇ રહ્યું છે જેના હાથમાં ભાજપના કમળના ઝંડા પણ દેખાઇ રહ્યાં છે. જો કે બીજી બાજુ ભાજપે તમામ આરોપો નકાર્યા હતા. આ ઘટના આજે સાંજે સવા ચાર વાગ્યે ઘટી હતી.

[yop_poll id=1229]

FB Comments