દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ ‘કેજરીવાલનું ગેરંટી કાર્ડ’, કર્યા આ વચનો

delhi election 2020 aam aadmi party cm arvind kejriwal kejriwal 10 guarantee delhi vidhansabha election AAP e jaher karyu kejriwal nu guarantee card karya aa vachano

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે ‘કેજરીવાલની 10 ગેરંટી’ જાહેર કરી. તેને જાહેર કરતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારા તરફથી દિલ્હીની જનતાને 10 ગેરંટી આપવામાં આવી રહી છે. આ ગેરંટી કાર્ડમાં 10 વચન કરવામાં આવ્યા છે. જેમાં પાણી, ટ્રાન્સપોર્ટ અને વીજળી સહિત ઘણા મુદ્દા સામેલ છે.

 

READ  દિલ્હીની માઉન્ટ આબુ સ્કુલનાં વિદ્યાર્થીનું નાની ઉંમરમાં મોટુ કામ, ગ્રહમંડળમાં શોધી કાઢ્યો ગ્રહ કે નાસા પણ રહી ગયું દંગ, હવે કરાશે વિશેષ સંશોધન

કેજરીવાલ ગેરંટીકાર્ડમાં દરેક ઘરમાં પાણી, પ્રદુષણ મુક્ત શહેર, મહિલા સુરક્ષા, મફત વીજળી (200 યૂનિટ), ગેરકાયદેસર વસાહતો, મકાનો, જાહેર પરિવહન, શિક્ષણ, સ્વચ્છ દિલ્હી અને ઝૂંપડપટ્ટીઓ આવેલી શૌચાલયો માટે વચનો અપાયા છે. CM કેજરીવાલે કહ્યું કે આગામી 5 વર્ષની અંદર દિલ્હીની જનતાને એકદમ સાફ અને 24 કલાક પાણી મળશે. તેમને કહ્યું કે જે બાળક દિલ્હીમાં જન્મ લેશે, તેને 12 ધોરણ સુધીનું શિક્ષણ મફતમાં મળશે. નવી સ્કુલ ખોલવામાં આવશે અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હેલ્થના મુદ્દા પર મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે દિલ્હીના દરેક પરિવારને મફત અને સારી સારવાર અમારી ગેરંટી છે. આ દિશામાં પણ સરકારે ઘણા પગલાં ઉઠાવ્યા છે. મોહલ્લા અને પોલી ક્લીનિક ખોલવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં એવી વ્યવસ્થા બનાવીશું કે દિલ્હીના કોઈ પણ નાગરિકને સારામાં સારી સુવિધા મળે.

READ  IND vs NZ : ભારતની પાસે ધાક જમાવવાનો તો ન્યૂઝીલેન્ડની પાસે નાક બચાવવાનો મોકો, હૈમિલ્ટનમાં યોજાશે મહાસંગ્રામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર કેજરીવાલે કહ્યું કે 11 હજારથી વધારે બસ રસ્તા પર હશે. 500થી વધારે કિલોમીટરનો મેટ્રો રૂટ બનાવવામાં આવશે. તેમને કહ્યું કે મહિલાઓને જે ફ્રી બસ સેવા આપવામાં આવી રહી છે, તે ચાલુ રહેશે. તેમને કહ્યું કે અમે વિદ્યાર્થીઓને પણ ફ્રી ટ્રાન્સપોર્ટ આપીશું. ત્યારે 21 કરોડથી વધારે વૃક્ષ લગાવવામાં આવશે. માટીના ઉડે તેના માટે વેક્યૂમ ક્લિનિંગ કરાવીશું, આ પ્રક્રિયામાં યમુના પણ સાફ થશે.

READ  અમદાવાદ: સમરસ હોસ્ટેલમાંથી કોરોનાનો દર્દી ફરાર, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

AAP ‘કેજરીવાલ ગેરંટી કાર્ડ’ની સાથે ડોર-ટૂ-ડોર કેમ્પેઈન કરશે અને લોકોને દિલ્હી સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરેલા કામ જણાવાશે. કેજરીવાલની પાર્ટીએ આ કાર્ડની સાથે દેશની રાજધાનીના 35 લાખ ઘર સુધી જવા અને તેમની સિદ્ધીઓ જણાવવાનો લક્ષ્ય રાખ્યો છે.

આ પણ વાંચો: IND vs AUS: ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બેટિંગ, ભારતની ટીમ માટે આ સારા સમાચાર

 

Oops, something went wrong.
FB Comments