દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

બીજી તરફ આપના નેતા ગોપાલ રાયે પણ આરોપ લગાવ્યો છે કે બાબરપુરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં એક કર્મચારી ઇવીએમ સાથે પકડાયો છે. સંજય સિંહ અને ગોપાલ રાયનું કહેવુ છે કે આપના કાર્યકર્તા હવે 11 ફેબ્રુઆરી સુધી સ્ટ્રોંગ રૂમની બહાર બેસીને નજર રાખશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહે જે વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક ચૂંટણી અધિકારી એક સ્ટેન્ડ પર બસમાંથી ઉતરી રહ્યા છે અને તેમના હાથમાં ઇવીએમ મશીનો છે.

READ  LRD ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્...પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments