દિલ્હી વિધાનસભા ચૂંટણી: આ છે દિલ્હીના સૌથી વૃદ્ધ મતદાતા, મળશે સન્માન

delhi election 2020 oldest voters of delhi will get the honor delhi vidhansabha election aa che delhi na sauthi vrudh matdata malse sanman

દિલ્હી ચૂંટણી પંચ દ્વારા 100 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ મતદાતા છે, તેમની ઓળખાણ કરવામાં આવી છે. તેમાં લગભગ 50 ટકાથી વધારે મહિલા છે. તેમાં સૌથી વૃદ્ધ મતદાતા ગ્રેટર કૈલાશ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 110 વર્ષના કાલીતારા મંડલ છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે ત્યારબાદ આદર્શ નગર વિધાનસભા ક્ષેત્રના 108 વર્ષના તિલકરાજ અને બાબરપુર વિધાનસભા ક્ષેત્રના સિતારા જૈન છે.

READ  VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો

Image result for matdata"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વૃદ્ધ મતદાતા તિલક નગરમાં રહેતા બચ્ચન સિંહ હતા. તેમની ઉંમર તે સમયે 111 વર્ષ હતી પણ ચૂંટણીના થોડા દિવસ પછી તેમનું નિધન થઈ ગયું. આ વર્ષે 100 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના 743 મતદાતાઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમાં કાલીતારા મંડલનું નામ સૌથી ઉપર છે.

READ  ભગવાન હેરાન Google પરેશાન! Googleથી પણ વધારે ઝડપી નીકળ્યાં 19થી 26 વર્ષનાં 5 છોકરાઓ, Google મેપની મદદથી 11 મંદિરમાં કરી ચોરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી ચૂંટણી પંચે અધિકારીઓને જણાવ્યું કે લોકસભા ચૂંટણીની જેમ જ વિધાનસભા ચૂંટણીમાં પણ સૌથી વૃદ્ધ મતદાતાને સન્માનિત કરવામાં આવશે. તે સિવાય ચૂંટણી પંચના અધિકારીઓની અપીલ છે કે જો આ મતદાતા મતદાન કેન્દ્ર પર આવી મતદાન કરે તો અન્ય મતદાતાઓને પ્રોત્સાહન મળશે.

READ  WhatsApp પર આ પ્રકારે મેસેજ મોકલતાં પહેલા ચેતી જજો, નહીં તો થશે કાયદાકીય કાર્યવાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Resident of Jagannathpur village, Nepal plans to spread Corona pandemic in India| TV9News

FB Comments