દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ HM અમિત શાહના નિવાસસ્થાને ભાજપની મોડી રાત્રે 3 વાગ્યા સુધી ચાલી બેઠક, ઉમેદવારોના નામને લઈ થઈ ચર્ચા

delhi elections 2020 7 hours marathon meeting at amit shahs house discussion was held in the name of the candidates delhi vidhansabha election ne lai HM amit shah na nivassthane bjp core group ni modi ratre 3 vagya sudhi chali bethak candidate na name ne lai thai charcha

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારના નામ પર ચર્ચા શરૂ કરી દીધી છે. રવિવારે રાત્રે ગૃહપ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને ભાજપ કોર ગ્રુપની બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ છે. 7 કલાક ચાલેલી આ બેઠક મોડી રાત્રે લગભગ 3 વાગ્યે પુરી થઈ હતી.

delhi elections 2020 7 hours marathon meeting at amit shahs house discussion was held in the name of the candidates delhi vidhansabha election ne lai HM amit shah na nivassthane bjp core group ni modi ratre 3 vagya sudhi chali bethak candidate na name ne lai thai charcha

આ બેઠકમાં દિલ્હીની 70 વિધાનસભા સીટમાંથી લગભગ 44-45 સીટો પર ઉમેદવારના નામ પર ચર્ચા થઈ છે. ત્યારે બાકી નામો પર ચર્ચા માટે સોમવારે પણ ભાજપ કોર કમેટીની બેઠક બીજી વખત થઈ શકે છે. બેઠકમાં અમિત શાહ સિવાય ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, બી.એલ.સંતોષ, મનોજ તિવારી, પ્રકાશ જાવડેકર, અનિલ જેન, શ્યાબ જાજૂ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?

કોર કમેટીમાં જે ઉમેદવારોના નામ પર સહમતિ મળશે, તેમના નામ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલશે. માનવામાં આવી રહ્યું છે કે જો સોમવારે યોજાનારી બેઠકમાં તમામ નામ પર સહમતિ બનશે તો સાંજે ભાજપ મુખ્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ થઈ શકે છે. જો એવું નથી થતું તો પછી આ બેઠક 14થી 15 જાન્યુઆરીની વચ્ચે થવાની સંભાવના છે.

READ  દુનિયાના ટોચના ધનિક વોરન બફેટના રોકાણ અને બચતના સોનેરી નિયમો, તમે પણ જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણકારી મુજબ આ વખતે ભાજપ દિલ્હીમાં ઘણા નવા ચેહરાઓને ઉતારી શકે છે. 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  LRDની ભરતીનો વિવાદ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, આ પછી થશે સરકારની કાર્યવાહી
Oops, something went wrong.
FB Comments