દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાનની સાથે સાથે આ મામલે CM કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની ટ્વીટર પર આમને-સામને

delhi elections 2020 arvind kejriwal smriti irani bjp voting delhi vidhansabha election matdan ni sathe sathe aa mamle CM kejriwal ane smriti irani twitter par aamne samne

દિલ્હી ચૂંટણીમાં મતદાન દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલએ લોકોને મત આપવા માટે અપીલ કરી. ખાસકરીને મહિલાઓને મત આપવા માટેની અપીલ કરી. કેજરીવાલની આ અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડકી ગયા અને કહ્યું કે કેજરીવાલ મહિલાઓને એટલી પણ સક્ષમ નથી સમજતાં કે તે પોતાના મનથી મત આપી શકે?

READ  11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કર્યુ કે મત આપવા માટે જરૂર જાવો. તમામ મહિલાઓને ખાસ અપીલ છે કે જેવી રીતે તમે ઘરની જવાબાદારી ઉઠાવો છે, તે રીતે દેશ અને દિલ્હીની જવાબદારી પણ તમારા ખભા પર છે. તમે તમામ મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના દરેક પુરૂષને પણ લઈ જાવો. ત્યારે પલટવાર કરતાં સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ કે તમે શું મહિલાઓને એટલી સક્ષમ નથી સમજતાં કે તે સ્વયં નિર્ધારિત કરી શકે કે કોને મત આપવો છે.

READ  સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ 'કાવતરા'ની તપાસ કરશે પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક, કોર્ટે કહ્યું CBI અને IB સહયોગ આપે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ મુખ્યપ્રધાન કેજરીવાલે ફરી જવાબ આપ્યો અને ટ્વીટ કર્યુ કે સ્મૃતિજી દિલ્હીની મહિલાઓએ કોને મત આપવો જોઈએ એ નક્કી કરી લીધું છે અને સમગ્ર દિલ્હીમાં આ વખતે તેમના પરિવારના મત મહિલાઓએ જ નક્કી કર્યા છે. આખરે ઘર તો એમને જ ચલાવવાનું હોય છે.

READ  રિલાયન્સે આ જગ્યાએ શરૂ કર્યુ 3200 કરોડ રૂપિયાનું રોકાણ, 11 હજારથી વધારે લોકોને રોજગારી મળવાની સંભાવના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments