દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Delhi: Firing during CAA protest march in Jamia; 1 injured delhi jamia vistar ma CAA na virodh pradarshan darmiyan firig 1 vyakti ijagrast

દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારા વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામિયા નગરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું હતું. પ્રદર્શનકારીઓ જામિયા નગરથી રાજઘાટ સુધી માર્ચ કાઢી રહ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નાના રસોડામાં પણ મળશે વિશાળ જગ્યા જો અપનાવશો આ ટીપ્સ! જુઓ VIDEO

ત્યારે એક વ્યક્તિ માર્ચમાં આવ્યો અને બધાની સામે પિસ્ટલ બતાવી ફાયરિંગ શરૂ કરી દીધી. આ દરમિયાન એક યુવકે તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પણ તે વ્યક્તિ ફાયરિંગ કરી દે છે. જેમાં યુવક ઘાયલ થઈ જાય છે. ઘાયલ યુવકની ઓળખાણ જામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થી શાદાબ આલમ તરીકે થઈ છે. શાદાબને તેના મિત્રોએ હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેના હાથમાં ગોળી વાગી છે.

READ  શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે: રાજય સરકાર

FB Comments