ત્રિપલ તલાક કાયદોનો પહેલો કેસ, પતિએ વોટ્સએપ પર આપ્યા છૂટાછેડા

ત્રિપલ તલાક કાયદો લાગુ થયા બાદ ત્રિપલ તલાકનો પહેલો કેસ દિલ્હીના બાડા હિન્દુ રાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો. રાઈમા યહિંયા નામની 29 વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા વોટ્સએપ પર છૂટાછેડા આપવામાં આવ્યા હતા. તેણે આ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat BJP President Jitu Vaghani hails surgical strikes by Army - Tv9 Gujarati

આ પણ વાંચો: અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સ્વિમિંગ પુલ, જુઓ VIDEO

કમલા નગરમાં ફ્લોરિંગનો ધંધો કરતા આકીબ શમીમના લગ્ન વર્ષ 2011 માં વઝીરાબાદમાં રહેતી રાઈમા સાથે થયા હતા. શુક્રવારે રાઈમાએ બાડા હિન્દુ રાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેના પતિએ તેને વોટ્સએપ પર ફતવો મોકલ્યો છે અને ત્રણ તલાક લખ્યા છે અને તેને છૂટાછેડા લેવાનું કહ્યું છે. હાલ પોલીસે આ મામલે FIR નોંધી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

READ  મુંબઈ-અમદાવાદ બાદ હવે ભારતના આ 10 શહેરમાં પણ દોડશે બુલેટ ટ્રેન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments