JNU ફરી વિવાદમાં, યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન, જુઓ VIDEO

દિલ્હીની જાણીતી વિશ્વવિદ્યાલય JNUમાં ફી વધારાની વિરોધ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યુ છે. વિશ્વવિદ્યાલય કેમ્પસમાં છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આજે સવારથી આ પ્રદર્શન ઉગ્ર થઈ ગયુ છે. તેમનું કહેવું છે કે જો તેમની માગ પૂરી ના થઈ તો તે વિશ્વ વિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ નહીં યોજવા દે.

આજે વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ યોજાવાનો છે. તેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સામેલ થશે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માગ પૂરી ના થઈ તો તે તેમનું પ્રદર્શન ચાલુ રાખશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપે પોતાના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર કરી કાર્યવાહી, રાહુલ ગાંધીએ કહ્યું ' આતંકવાદી'

તેમનું કહેવું છે કે JNUમાં 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે. જે ગરીબ ઘરમાંથી આવે છે. તે વધારેલી ફી ચૂકવીને ભણી નથી શકતા. તેમની સામે ઉચ્ચશિક્ષણ પુરૂ કરવું મોટી સમસ્યા થઈ ગઈ છે. તે સિવાય હોસ્ટલનો સર્વિસ ચાર્જ અને ડ્રેસ કોડ પણ એક મોટી સમસ્યા છે. તેનાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નિર્ભયા દુષ્કર્મ કેસ: આ દિવસે દોષિતોને ફાંસી અપાઈ શકે, તિહાડ જેલ તંત્રએ જલ્લાદની કરી માગ

 

 

JNUમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની ઘણી માગ છે. વિદ્યાર્થીઓની મુખ્ય માગોમાંથી એક માગ ફીમાં કરેલો વધારો છે. તે સિવાય સર્વિસ ચાર્જ, ડ્રેસ કોડ, કર્ફ્યુ ટાઈમિંગ અને હોસ્ટેલ સંબંધી મુશ્કેલીઓને લઈ વિદ્યાર્થી પ્રદર્શન કરવા ઉતર્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે JNU તંત્ર વિદ્યાર્થીઓના હિતની વિરૂદ્ધ નિર્ણય લઈ રહ્યું છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે

વિદ્યાર્થીઓનો આરોપ છે કે પ્રદર્શનની વચ્ચે પોલસીવાળા સિવિલ ડ્રેસમાં ઘુસ્યા છે. ઘણા પોલીસકર્મીઓએ સિવિલ ડ્રેસમાં ટિયર ગેસ ફાયર કરવાવાળી બંદૂક પણ પકડી છે. વિદ્યાર્થીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું પોલીસ સિવિલ ડ્રેસમાં હથિયાર ચલાવી શકે છે? JNU વિદ્યાર્થી સંઘ વાઈસ ચાન્સેલરની મુલાકાત કરવા ઈચ્છે છે પણ હાલમાં તેમની મુલાકાત કરાવવામાં આવતી નથી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments