દિલ્હીમાં ઓડ-ઈવન સ્કીમ લાગૂ, આ વાહનોને મળશે વિશેષ છુટ

delhi odd even scheme begins, these vehicles excluded from scheme

હવાના પ્રદૂષણને લઈ દિલ્હીમાં આજથી ઓડ-ઈવન સ્કીમ લાગૂ થઈ ચૂકી છે. ત્યારે તમને જણાવી દઈએ કે વિશેષ લોકોને આ સ્કીમમાં છુટ આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, ચીફ જસ્ટિસ, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના જ્જ, UPSCના ચેરમેન, CAG, ઈલેક્શન કમિશ્નર, પોલીસ કમિશ્નર, દિલ્હીના LG અને અન્ય રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આ યોજનામાંથી છુટ આપવામાં આવી છે.

READ  ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાની નિમણૂક, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

તે સિવાય દિલ્હી પોલીસની PCR અને અન્ય ગાડીઓ, ટ્રાન્સપોર્ટ વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગની ગાડીઓ, એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર, એમેબ્સીની ગાડીઓ, પેરામિલિટ્રી ફોર્સ, આર્મીના વાહન અને VIP હસ્તીઓની સુરક્ષામાં તૈનાત જવાનોના એસ્કોર્ટ વાહનો, દિવ્યાંગ અને દર્દીઓને લઈ જઈ રહેલી ગાડીઓને છુટ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ઓડ-ઈવન સ્કીમમાં દિલ્હી સરકારના મંત્રીઓને છુટ આપવામાં આવી નથી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મોટાભાગના લોકોને આ અભિયાનમાં સમર્થન આપવાની અપીલ કરી છે. રવિવારે એપ બેસ્ડ કંપનીઓએ પણ વધારે ભાડું નહીં વસુલવાની જાહેરાત કરી હતી. દિલ્હી અને NCRમાં લોકો પ્રદુષણથી ત્રસ્ત છે. દિલ્હી સરકારનો દાવો છે કે ઓડ-ઈવન સ્કીમથી પ્રદુષણ પર ખુબ જ નિયંત્રણ કરવામાં આવી શકશે.

READ  લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments