તબલીગી જમાત કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, જાણો કેટલાં લોકો સામે દાખલ કરી ચાર્જશીટ?

delhi-police-chargesheet-foreign-jamati on markarz case nizamuddin
તસ્વીર પ્રતિકાત્મક છે.

તબલીગી જમાતના મરકજ કેસમાં દિલ્હી પોલીસે 20 ચાર્જશીટ દાખલ કરી છે. 20 દેશના 83 વિદેશીઓની સામે 14 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં તબલીગી જમાતના મેનેજમેન્ટ અને મૌલાના સાદનું પણ નામ છે. દિલ્હી પોલીસે અલગ અલગ કલમ ચાર્જશીટમાં ઉમેરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

delhi-police-chargesheet-foreign-jamati on markarz case nizamuddin

આ પણ વાંચો :  ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO

READ  શાહીનબાગમાં કલમ 144 લાગૂ, ભારે સુરક્ષા દળની સાથે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મરકઝ કેસમાં દિલ્હી પોલીસે 20 દેશના 83 વિદેશી જમાતીઓની સામે અલગ અલગ 3 કલમ અનુસાર ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ફોરેનર્સ એક્ટ, એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમ ઉમેરવામાં આવી છે. વધુ સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં 12 જૂનના રોજ થશે. 20 દેશથી આવેલાં તબલીગી જમાતના લોકો સાથે મૌલાના સાદ પર કાર્યવાહી થઈ શકે છે.

READ  24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 29ના મોત, 442 દર્દી થયા સ્વસ્થ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યાં ક્યાં દેશના જમાતીઓના નામનો ઉલ્લેખ
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, અમેરિકા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, મિશ્ર, રુશિયા, અલ્ગેરિયા, બેલ્જિયમ, સઉદી અરબ, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરક્કો, ટ્યુનેશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, ફિજી, સૂડાન અને ફિલિપીન્સ જેવા દેશના નાગરિકોનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે અલગ અલગ દેશના લોકો માટે અલગ અલગ ચાર્જશીટ દાખલ કરી છે. મૌલાના સાદની પણ મુશ્કેલી વધી શકે છે કારણ કે જે લોકો પણ મરકઝ દિલ્હી ખાતે આવ્યા હતા તે તમામ લોકોએ વિઝામાં પણ નિઝામુદ્દીન દિલ્હીનં સરનામું આપ્યું હતું. 943 વિદેશીઓ જમાતીઓની પણ પૂછપરછ આ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

READ  ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો

 

Oops, something went wrong.

 

 

FB Comments