દિલ્હી: જામિયા વિસ્તારમાં વિરોધ કરનારા 6 લોકો ઝડપાયા, જાણો કોર્ટનો આદેશ?

delhi-police-jamia-violence-saket-court-protest-on-caa

દિલ્લીની જામિયા વિસ્તારમાં રવિવારના રોજ ભારે હિંસા ફાટી નીકળી હતી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી કોઈપણ વિદ્યાર્થી હોય તેવું સામે આવ્યું નથી. દિલ્હીની સાકેત કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી અને આરોપીઓને 31 ડિસેમ્બર સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Delhi: Buses set ablaze in wake of protest against Citizenship bill, police releases tear gas | Tv9

આ પણ વાંચો :   વાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

આ મામલે બચાવ પક્ષના વકીલે એવો દાવો કર્યો છે આરોપીઓને તેના બ્રેક ગ્રાઉન્ડને લઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોર્ટે આ મામલે બચાવ પક્ષની દલીલ સાંભળી હતી અને દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે શું આ લોકોની સામે પહેલાંથી કોઈ કેસ દાખલ છે?

READ  નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

police-action-shakes-jamia-confidence-we-will-get-fir-done-student-avoid-rumors-vc-najma-akhtar

દિલ્હી પોલીસે કોર્ટના સવાલનો જવાબ આપતા કહ્યું કે હા આ બધા આરોપીઓનો પહેલાં પણ ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. જો કે આ દલીલ આપ્યા છતાં કોર્ટે 6 લોકોને રાહત આપ્યા વિના કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જો કે જામિયા મામલે તપાસમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ પ્રિ-પ્લાન્ડ એટેક હતો અને તેમાં કોઈ વિદેશી હાથ તો નથી ને? આ બધી બાબતો પોલીસની તપાસ પછી જ બહાર આવી શકશે.

READ  કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જામિયામાં વિદ્યાર્થીઓને લાઈબ્રેરીમાં જઈને મારવામાં આવ્યા તેને લઈને પણ રાજકારણ ગરમાયું છે. જામીયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસે મંજૂરી વિના કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને હેરાન કર્યા. જો કે આ બાબતે પોલીસે સ્પષ્ટતા કરી કે તેઓ પ્રદર્શનકારીઓની પાછળ-પાછળ કેમ્પસમાં ઘુસ્યા હતા જેના લીધે તે વિસ્તારમાં શાંતિ જાળવી શકાય.

READ  મહેસાણાઃ દૂધ સાગર ડેરી સામે ABVPના ધરણાં, ડેરી દ્વારા ચાલતા અભ્યાસક્રમ બાદ નોકરી ન મળતા સૂત્રોચ્ચાર

 

 

Oops, something went wrong.
FB Comments