દિલ્હીમાં આવતીકાલે મતદાન છે અને અરવિંદ કેજરીવાલની નિંદર ઉડી ગઈ હશે, ઉમેદવારના દિકરાએ કહ્યું કે મારા પિતાએ તો 6 કરોડ આપ્યા

દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે  તે પહેલા એક ઘટનાએ અરવિંદ કેજરીવાલની નિંદર ઉડાવી દીધી હશે, મારા પિતાને લોકસભામાં ચૂંટણી લડવી હતી જેથી 6 કરોડ રૂપિયા આપ્યા

આ પણ વાંચોઃ ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

દિલ્હીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. તે પહેલા એક ઘટનાએ અરવિંદ કેજરીવાલની નિંદર ઉડાવી દીધી હશે. મતદાન અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલવિર ઝાખડના દિકરાએ ગેમ કરી દીધી છે. બલવિર ઝાખડના દિકરા ઉદયે એક પત્રકાર પરિષદમાં જે વાત કહી છે તેની અસર જરૂર આમ આદમી પાર્ટીને થવાની છે. ઉમેદવાર બલવિરના દિકરાએ કહ્યું કે મારા પિતાએ અરવિંદ કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. મારા પિતાને લોકસભામાં ચૂંટણી લડવી હતી અને જે માટે તેને 6 કરોડ રૂપિયા આપ્યા છે.

 

READ  ગૌશાળા સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી, જુઓ VIDEO

દિકરા ઉદયે બળાપો ઠાલવતા કહ્યું કે મારે અભ્યાસ માટે જ્યારે રૂપિયા જોઈતા હતા ત્યારે મને ના પાડી દીધી હતી. સાથે કહ્યું કે હું કોઈ રાજનૈતિક પાર્ટીની તરફથી નથી બોલી રહ્યો. ઉદયે એવી પણ વાત કરી કે આ ખુલાસા બાદ પછી મારુ શું થશે અને મને ઘરે જવા દેશે કે નહીં તે પણ ખબર નથી.

READ  કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video

Keep these documents along to avoid hefty traffic fines | Tv9GujaratiNews

FB Comments