
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીની એક જનસભાનો જણાવવામાં આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપરા પણ વીડિયોમાં નજર આવી રહ્યા છે.
#WATCH Delhi: Slogan of "Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!" (instead of Priyanka Gandhi Vadra) mistakenly raised by Congress' Surender Kr at a public rally. Delhi Congress chief Subhash Chopra was also present.(01.12) pic.twitter.com/MvZQhcuv4X
— Tv9 Gujarati (@tv9gujarati) December 2, 2019
આ વીડિયોમાં નારા લગાવી રહેલા વ્યક્તિની જીભ લપસી જાય છે. ત્યારબાદ તે માફી પણ માગે છે. તે નારા લગાવતા કહે છે કે સોનિયા ગાંધી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, પ્રિયંકા ચોપરા જિંદાબાદ…. સોરી પ્રિયંકા ગાંધી…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
ત્યારે સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોની યૂઝર્સ મજા લઈ રહ્યા છે. એક યૂઝર્સે મજાકમાં ટિપ્પણી પણ કરતાં લખ્યું કે આખરે પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી. ત્યારે બીજા યૂઝર્સે લખ્યું કે ભાવનામાં વહી ગયા કોંગ્રેસના કાર્યકર્તા ઉતાવળમાં પ્રિયંકા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ચોપરા જિંદાબાદ..
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો