કોર્ટથી નીકળશે શાહીનબાગનો રસ્તો? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

delhi shaheen bagh anti caa nrc protest supreme court hearing women protesters court thi nikadshe shaheen bagh no rasto? SC ma aaje sunavani thase

શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ દ્વારા લગભગ 2 મહિનાથી બંધ રસ્તો ખોલવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી. આજે તે પોતાનો પક્ષ કોર્ટમાં રાખશે. મળતી માહિતી મુજબ શાહીનબાગની મહિલાઓ પણ કોર્ટમાં પોતાની વાત જણાવશે.

 

READ  Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ સાર્વજનિક જગ્યા પર અચોક્કસ સમય સુધી પ્રદર્શન ના કરી શકાય, ત્યારે કોર્ટે રસ્તો ખાલી કરવાનો કોઈ આદેશ આપ્યો નહતો. ત્યારે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે શાહીનબાગમાં નાગરિકતા સુધારા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરની વિરૂદ્ધ ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના કારણે રોડ 13 A બંધ છે. આ રોડ દિલ્હી અને નોઈડાને જોડે છે. રસ્તો બંધ હોવાના કારણે નોઈડા અને દિલ્હીની વચ્ચે મુસાફરી કરનારા લોકોને ઘણો સમય બગડે છે.

READ  BSNL કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી ચંચૂપાતી ચીનનું વધી જશે TENSION


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લી સુનાવણીમાં જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની ખંડપીઠે કહ્યું હતું કે આટલા દિવસથી સાર્વજનિક જગ્યા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ કરો પણ તેના માટે સાર્વજનિક જગ્યાનો ઉપયોગ ના થવો જોઈએ. જસ્ટિસ એસ.કે.કૌલે ટિપ્પણી કરી હતી કે પ્રદર્શન માટે રસ્તાને જામ કરી શકાતો નથી.

READ  જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે SCO સંગઠન, કેવી રીતે ભારત સામેલ થયું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને શરીરમાં અસ્‍વસ્‍થતા તેમજ મન ૫ર ચિંતાનો ભાર રહે

 

Oops, something went wrong.
FB Comments