દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં પણ પોલીસ અને વકીલોની વચ્ચે ઘર્ષણ, વકીલોએ પોલીસકર્મીને માર્યો માર

karkardooma court

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસાના વિરોધમાં આજે વકીલો હડતાળ પર છે. ત્યારે કરકરડૂમા કોર્ટમાં પોલીસ અને વકીલોની વચ્ચે ઘર્ષણ થયું છે. વકીલોએ એક પોલીસકર્મીને માર માર્યો છે. ત્યારે ઘટનાસ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે.

 

READ  હિંસાની વચ્ચે એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હી પોલીસની કમાન, આવતીકાલથી સંભાળશે ચાર્જ

મળતી માહિતી મુજબ નજીવી બાબતે વિવાદ વધ્યો હતો, ત્યારબાદ વકીલોએ કથિત રીતે પોલીસકર્મીને માર મારવાનો શરૂ કરી દીધો. પોલીસકર્મીને ખુબ ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે ઘણા લોકો વિવાદમાં વચ્ચે પડ્યા પછી પોલીસકર્મીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજા રવિ વર્માના ચિત્રોને જાણીતા ફોટોગ્રાફર જી.વેંકટ રામે ફરી જીવંત કર્યા, રિક્રિએશન જોઈને અચંબિત થઈ જશો

તીસ હજારી કાંડ પછી દિલ્હીની કોર્ટમાં પોલીસકર્મીઓ અને વકીલોની વચ્ચે તણાવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે થયેલા વકીલ અને પોલીસના વિવાદ પછી આજે પ્રથમવાર તીસ હજાર કોર્ટ ખુલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વકીલો દ્વારા હડતાળની જાહેરાત પછી દિલ્હી પોલીસ કડક નજર રાખી રહી છે. આ વાતને લઈ જે કોર્ટ પરિસરમાં ખુલ્લેઆમ એક દિવસ પહેલા જ હિંસા થઈ હતી, હવે ત્યાં સુરક્ષાની વ્યવસ્થા કરવી સરળ નથી.

READ  દિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Here are COVID19 hotspots in Ahmedabad | Tv9News

FB Comments