દિલ્હીમાં કરાશે કૃત્રિમ વરસાદ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી!

ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની ગઈ છે તેવામાં ઝેરી હવાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને મોટી રાહત મળશે. કારણ કે દિલ્હીમાં હવે કૃત્રિમ વરસાદ પાડવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCBએ આ નિર્ણય લીધો હતો અને જેનો પ્રોજેક્ટ IIT કાનપુરને સોંપવામાં આવ્યો હતો.

Rain

કેવી રીતે કરાય છે કૃત્રિમ વરસાદ?
કૃત્રિમ વરસાદ પાંચ ભાગમાં કરાવવામાં આવે છે. સૌ પ્રથમ રસાયણોની મદદથી હવાને વાયુમંડળના સૌથી ઉપરના ભાગમાં મોકલી દેવાય છે જે વાદળોનું સ્વરૂપ લઈ લે છે. તેમાં કેલ્શિયમ ઓક્સાઈડ, કેલ્શિયમ ફ્લોરાઈડ અને યુરિયાનો ઉપયોગ કરાય છે. કૃત્રિમ વાદળો હવામાં રહેલી બાષ્પને શોષી લે છે તેમાં એમોનિયમ નાઈટ્રેટ, યુરિયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વાદળોમાં પાણીનું પ્રમાણ વધી જાય છે. તયારબાદ ઘણાં કેમિકલ સોલ્યુશન મારફતે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવે છે. કૃત્રિમ વરસાદ કરાવવાથી હવામાં રહેલા ઝેરી કણોનું પ્રમાણ ઘટી જશે. ઝેરી કણો ઘટી જવાથી હવા શ્વાસ લેવા યોગ્ય બનશે.

READ  તમારા ફોન પરથી * # 07 # ડાયલ કરો, જાણો તમારા ફોન કેટલું ઉત્પન્ન કરે છે રેડિએશન?

Untitled design

આખરે દિલ્હીમાં કેમ કૃત્રિમ વરસાદની જરૂર પડી?
છેલ્લા ઘણાં સમયથી દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. તેમાં પણ દિવાળીના સમયે ફટાકડાના કારણે હવા એટલી હદે પ્રદૂષિત થઈ ગઈ કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. અને તેવામાં તંત્ર પાસે ઉપાય સ્વરૂપે આ એક જ રસ્તો હતો કે દિલ્હીમાં જેમ તેમ કરીને વરસાદ પડે. અને તેથી કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડે કૃત્રિમ વરસાદ કરાવવાનો નિર્ણય કર્યો. આ વરસાદ માટે કેન્દ્ર સરકારે બજેટ પણ ફાળવ્યું છે. પ્રોજેક્ટ મળ્યા બાદ IITએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે. અને હવે ગમે તે સમયે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ પડી શકે છે. 10 નવેમ્બર બાદ ગમે ત્યારે વાદળ અને હવાની અનુકૂળ સ્થિતિ થતાં જ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે.

READ  Heavy rain lashed Mumbai BUT Mayor argues to hide BMC's loopholes

ચાઈના, US પણ કરી રહ્યાં છે આ પ્રયોગ
દેશની રાજધાની દિલ્હીમાં ભલે કૃત્રિમ વરસાદનો પ્રયોગ પહેલી વાર થઈ રહ્યો હોય પરંતુ આ ટેક્નિક ચાઈના, યુએસ, ઈઝરાયલ, સાઉથ આફ્રિકા અને જર્મની જેવા દેશો ઘણી વાર કરી ચૂક્યા છે.

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*