દિલ્હીની હિંસામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વળતરની કરાઈ જાહેરાત

delhi-violence-cm-arvind-kejriwal-press-conference-compensation-announcement

દિલ્હીમાં હિંસા બાદ માલ-જાનના નુકસાન મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વળતરની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, હિંસામાં હિન્દુ મુસ્લિમ બંનેનું નુકસાન થયું છે. જે લોકો ઘાયલ થયા તેમની સારવાર મફતમાં થશે. ઈજાગ્રસ્તો માટે ફરિશ્તે યોજના લાગુ કરાશે. તો મૃતકોના પરિવારને 10-10 લાખનું વળતર અપાશે. સગીરના મોત પર પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર અપાશે.

READ  દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

 

આ પણ વાંચોઃ ‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 20 હજારનું વળતર અપાશે. જે લોકોની રિક્ષાને નુકસાન થયું તેમને રૂપિયા 25 હજાર અને ઈ-રિક્ષાના નુકસાન પર 50 હજારનું વળતર અપાશે. તો જે લાકોની દુકાન રાખ થઈ છે. તેમને 5 લાખનું વળતર અપાશે.

READ  મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે લોકોના પશુધનનું નુકસાન થયું તેમને પ્રતિ પશુ 5 હજારનું વળતર અપાશે. જે લોકોના ઓળખ પત્ર સળગી ગયા તેમને નવા દસ્તાવેજ બનાવી આપવામાં આવશે. આ માટે કેમ્પની વ્યવસ્થા કરાશે. સાથે પીડિતોને ફ્રીમાં ભોજન આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ભ્રષ્ટાચાર પર મોદી સરકારની એક મોટી કાર્યવાહી, CBDTના ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા

 

 

FB Comments